________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૫૯ પરમાર્થસે જીવ પરમાર્થસે જીવ નહિં તો વળી વ્યવહારસે જીવ હોય છે? પણ પર્યાય એ વ્યવહાર હૈ (પર્યાય છે તે વ્યવહાર) પર્યાય એ વ્યવહાર, સિદ્ધ પર્યાય એ વ્યવહાર, કેવળજ્ઞાન વ્યવહાર, ક્ષાયિક સમકિત વ્યવહાર, ક્ષાયિક ચારિત્ર વ્યવહાર, યથાખ્યાત ચારિત્ર પર્યાય વ્યવહાર, પર્યાય વ્યવહાર ને દ્રવ્ય નિશ્ચય કર્યુકિ નિશ્ચયકા નિર્ણય હુઆ તો પર્યાય રહી ગઈ બહાર. કિયા નિર્ણય પર્યાયને પણ ઓ પર્યાય રહી ગઈ બહાર દ્રવ્યમેં પેઠી નહિ. (વાહ રે વાહ ધન્ય વીતરાગ) લક્ષ ફેરવ્યું એટલે દ્રવ્યમાં પેઠી ઐસા, અભેદ હુઈ ઐસા કહેનેમેં આતા હૈ. પર ઉપર જો લક્ષ થા, રાગ ઉપર, પર્યાય ઉપર, ઓ દ્રવ્ય ઉપર લક્ષ હુઆ તો ઓ પર્યાય છૂટ ગઈ અથવા ઓ પર્યાયમેં નિર્ણય હુઆ કે એ પર્યાયમેં આત્મા આતા નહિ, ધ્રુવ કૈસે આવે? સમજમેં આયા? મહાસાગર સાહેબો ચૈતન્ય પ્રભુ, એના સાહેબનો સાહેબ દુનિયામાં કોઈ હે નહિં હવે, આહાહા ! સમજમેં આયા? એનો પર્યાય પણ સાહેબ નહિ. આહાહા! નિર્મળ, નિર્વિકારીપર્યાય કે નિર્વિકારી દશા ઉસસે જો નિર્ણય હુઆ, આત્મ દ્રવ્યા તો કહેતે હૈ કે નિર્ણય કીયા પર્યાયે પણ પર્યાય ઐસે માનતી હૈ કે દ્રવ્ય મેરે અંશમેં નહીં આતા, ઔર ઓ દ્રવ્ય બંધ મોક્ષકો કરતે નહિ. સમજમેં આયા? ઐસા શ્રી જિનવર કહેતે હૈ પરમાત્મા ત્રિલોકનાથ એમ કહેતે હૈ.
“ફીર વહુ સ્પષ્ટ કિયા જાતા હૈ” – (હવે પર્યાય આવી).
“વિવક્ષિત એકદેશ શુદ્ધ નયાશ્રિત યહ ભાવના” ભાવના કહ્યાતાને વો ધ્યાન કહો ભાવના કહો, મોક્ષમાર્ગ કહો જો કહેજેમેં આતા હૈ વો “વિવક્ષિત' એટલે કહેનેમેં આતા હૈ વો એકદેશ શુદ્ધનય ભાવના એકદેશ શુદ્ધનય હૈ એક અંશરૂપે શુદ્ધનય હે. ત્રિકાળી શુદ્ધનય તો ધ્રુવ હૈ. એ નય કહો કે નયનો વિષય કહો બેય એક હિ હૈ અહીં તો. જુઓ એકદેશ શુદ્ધનયાશ્રિત કયા કહેતે હૈ? (ભાવ) ભાવ. જો નિર્મળ ભાવ હૈ, વસ્તુકા જો અનુભવ હોકર નિર્મળ વીતરાગી પર્યાય પ્રગટ હુઈ ઓ એક ભાગ શુદ્ધનયકા આશ્રયે, યહ ભાવના “જિસસે કહેના ચાહતે હૈ યહ આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ” આંશિક શુદ્ધિરૂપી પરિણતિ અંશે શુદ્ધરૂપી દશા જો મોક્ષકા માર્ગ જો ધ્યાનરૂપ દશા, ભાવનારૂપ પર્યાય, સબ એક હિ નામ હૈ એ આપણે પાંસઠ બોલ આગળ આ ગયા હૈ. દ્રવ્ય સંગ્રહમેં.
કહેનેમેં આતા હૈ ઐસા એકદેશ શુદ્ધનયાશ્રિત, યહ ભાવના જિસે કહેના ચાહતે હૈં ઐસી આંશિક પરિણતિ “નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ” જો પહેલે ઓ શુદ્ધ પરિણતિ ધર્મકી ઉપશમ ક્ષયોપશમ ને ક્ષાયિકમેં ગીનનેમેં આતા થા વો સામાન્ય થા. હવે એ તીનોમેં જ્ઞાન પર્યાયકો પરિણમન હૈ, જ્ઞાનકી પ્રધાનતાસે કથન હૈ સમજમેં આયા? આમાં ઉપશમ અને ક્ષાયિક ન લીયા, જ્ઞાનમેં ઉપશમ હોય નહિ, જ્ઞાનમેં ક્ષાયિક નીચે હોય નહિ. કયા કહેતે હૈ? કે નિશ્ચય મોક્ષમાર્ગકી પર્યાય ઉસમેં જ્ઞાન હૈ, સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com