________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક જોય
VII
પ્રકાશકીય નિવેદન
અધ્યાત્મયુગ પ્રવર્તક, અધ્યાત્મદેષ્ટા, અધ્યાત્મમૂર્તિશ્રી કાનજીસ્વામીના સમયસાર ૩૨૦ મી ગાથા ઉપર ૧૯૭૦ ની સાલમાં શિબિર દરમ્યાન થયેલા પ્રવચનો તેમજ ૧૯૬૬-૬૮-૭૪-૭૭ ની વિધ વિધ સાલમાં સમયસાર કળશ ર૭૧ ઉપર થયેલા અધ્યાત્મરસ રસિત પ્રવચનો “જાણનાર' ની મંગલ ધ્વનિની ગર્જના કરે છે.
વાગવલાસ વિનાની સરળ ભાષા અને તેની સાથે જાણનારની અભિવ્યક્તિને સિંચનારા ઉચ્ચતમ્ ભાવોનો અદભૂત સમન્વય આ પ્રવચનોમાં જોવા મળે છે. આ પ્રવચનોને વાંચતા... સાંભળતાં... વિચારતાં... નિર્ણય કરતાં... જાણનાર... જાણનાર... જાણનારના નિર્મળ પ્રવાહમાં ભિંજાયને જીવો, જ્ઞાનરસથી પલ્લવિત થયા છે. જાણનાર તત્ત્વનો અહાલેક જગાડતી વાણી આત્માના સાક્ષાત્કારને સાધે તેવી અતિશયતાથી ભરિત છે.
ભરતક્ષેત્રના મુમુક્ષુઓ એ વાતથી વિદિત છે કે – રાજકોટ ઉપર પૂ. ગુરુદેવશ્રીની અપાર. અમાપ.. અસીમ કૃપા સદૈવ વરસી રહી છે. આ પ્રસંગને અનુલક્ષીને નિષ્કારણ કરુણાસભર એક પ્રસંગ વારંવાર ચિત્તદર્શનમાં ઝળકી રહ્યો છે.
પૂ. ગુરુદેવશ્રી જયારે રાજકોટ પધારતા ત્યારે આદરણીય શ્રી લાલચંદભાઈ દ્વારા કયા શાસ્ત્રની કઈ ગાથા લેવી છે તે બાબતની એક નોંધ આપવામાં આવતી. એક વખત પૂ. ગુરુદેવશ્રીએ રાજકોટ પધારવાની તેમની સ્વીકૃતિ આપી દીધી. આદરણીય મુ. શ્રી લાલચંદભાઈ અને આદરણીય ડો. ચંદુભાઈ એ બન્ને વિદ્વાનોએ નકકી કર્યુ કે – આ વખતે પૂ. ગુરુદેવશ્રી પાસેથી સમયસાર તાત્પર્યવૃત્તિની ૩૨૦ મી ગાથા લેવડાવવી. પૂ. ગુરુદેવશ્રીને વિનંતી કરી કે અમારે તાત્પર્યવૃત્તિની ૩૨૦ મી ગાથાનો સ્વાધ્યાય કરવો છે. પ્રશ્ન એ હતો કે ગાથા સંસ્કૃતમાં હતી અને પૂ. ગુરુદેવશ્રીએ ક્યારેય આ ગાથા જાહેરમાં લીધી ન હતી. પૂ. ગુરુદેવશ્રીની સ્વીકૃતિની લીલી ઝંડી મળી ગઈ કે – ભલે ૩૨૦ મી ગાથા ઉપર વ્યાખ્યાન આપશું. માત્ર એક જ રાતમાં સંસ્કૃત ટીકા ઉપરનો ગુજરાતી અનુવાદ તૈયાર કરાવ્યો અને તેની નકલો છપાવી લીધી. પૂ. ગુરુદેવશ્રીએ સભામાં ૩૨૦ મી ગાથાનું મંગલ ઉદ્ઘાટન કર્યું ત્યારે સમગ્ર મુમુક્ષુ સભાના હાથમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com