________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
VI
ધ્યેયપૂર્વક શેય સ્પષ્ટ થયું. આ પ્રવચનો ૧૯૯૪ના અંતમાં સૌ પ્રથમ પૂ. ભાઈશ્રી લાલચંદભાઈના હાથમાં આવ્યા. અને સાંભળતાની સાથે જ તેમને ભાવ આવ્યો કે- આ પ્રવચનો પુસ્તકાકારે બહાર પાડવા જેવા છે. ૧૯૯૫માં તે પુસ્તકરૂપે પ્રગટ થયા. ધ્યેયપૂર્વક શેયની બીજી આવૃત્તિને પૂ. ભાઈશ્રીના ૯૪માં પાવન જન્મદિને પ્રકાશન થતાં અમો હર્ષ અનુભવી રહ્યા છીએ.
આ પ્રવચનો પણ અક્ષરશઃ છે. ધ્યેયના વિભાગમાં સંકલિત પ્રવચનો હિન્દી ભાષામાં થયેલા હોવાથી તેને જેમ છે તેમ રાખેલ છે. આ પ્રવચનોનું સંકલન અને સંપાદન સુરેન્દ્રનગરના ડૉ. દેવેન્દ્રભાઈ એમ. દોશી દ્વારા પૂર્ણ થયેલ છે. બીજી આવૃત્તિનાં પ્રકાશનની દાનરાશિ પણ ડૉ. દેવેન્દ્રભાઈ મોહનલાલ દોશી તેમજ મૃદુલાબેન દેવેન્દ્રભાઈ દોશી તરફથી થયેલ છે. રાજકોટ દિગંબર જિન મંદિર તેઓશ્રી પ્રત્યે હૃદયથી આભાર વ્યક્ત કરે છે.
આ પુસ્તક http://www.AtmaDharma.com પર મુકવામાં આવેલ છે. જેનો કોમ્યુટરાઈઝેશનનો ખર્ચ શ્રી જશવંતલાલ ચંદુલાલ કોટડિયા પરિવાર-બરોડા તથા કેલિફોર્નિયા તરફથી આપવામાં આવેલ છે.
ધ્યેયપૂર્વક શેય પુસ્તકમાં રહેલા ધ્યેય-શેયના ભાવોને સમજી... ધારણ કરી નિર્ધારી... યથાર્થ નિર્ણય કરી અને “ધ્યેય પૂર્વક જોય” સ્વાનુભવના નિર્વિકલ્પ સ્વરૂપને પ્રાપ્ત કરો તેવી મંગલ ભાવના પૂર્વક અસ્તુ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com