________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૮૦ :
ચિહ્ન વિલાસ
[જ્ઞેયમાં ] ઉપચાર પરિણતિથી પરિણમી છે; ઉપચારથી [તેને ] શૈયાકાર કહીએ. દ્રવ્ય-ગુણ-પર્યાય વસ્તુના છે જે વસ્તુનું સત્ છે તે જ જ્ઞાનનું સત્ છે, કેમ કે જે અસંખ્ય પ્રદેશ વસ્તુના છે તે જ [ પ્રદેશો ] જ્ઞાનના છે. તેથી અભેદ સત્તાની અપેક્ષાએ અભેદ ગુણપર્યાયની સિદ્ધિ થઈ. ભેદ [ અપેક્ષા ] માં જ્ઞાનરૂપ દ્રવ્ય, [ જાણપણા ] લક્ષણ ગુણ અને તેની પરિણતિ તે પર્યાય[એમ ] ભેદવડે [ ત્રણે ] સધાય છે. ઉપચારથી સમસ્ત જ્ઞેયના દ્રવ્ય-ગુણ-પર્યાય જ્ઞાનમાં આવે છે. ઉપચારના અનેક ભેદ છે તે કહીએ છીએ:
[૧] સ્વજાતિ ઉપચાર, [૨] વિજાતિ ઉપચાર અને [૩] સ્વજાતિ-વિજાતિ ઉપચાર. દ્રવ્યમાં ત્રણે ઉપચાર, ગુણમાં ત્રણે ઉપચાર, પર્યાયમાં ત્રણે ઉપચાર [એમ ] નવ ભેદ થયા. નવ સ્વજાતિ, નવ વિજાતિ, નવ સ્વજાતિ-વિજાતિ, નવ સામાન્ય[ -એ પ્રમાણે ] છત્રીશ ભેદ જ્ઞાનમાં આવે ત્યારે જ્ઞાનમાં સધાય છે. જ્ઞાન અને દર્શન [ એ બન્ને] ગુણો ચેતનાની અપેક્ષાએ સ્વજાતિ છે, લક્ષણ અપેક્ષાએ ઉપચારથી વિજાતિ છે. [અને] બન્ને અપેક્ષા [સાથે લેતાં ] સ્વજાતિ-વિજાતિ છે એક ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાયને સાધે; (તથા ) સ્વજાતિ, વિજાતિ અને મિશ્ર-એ સાધે ત્યારે અનંત ગુણોમાં છત્રીસ-છત્રીસ ભેદ ઉપચારથી સધાય છે.
[જૈન સિદ્ધાંત દર્પણમાં આ સંબંધી નીચે પ્રમાણે વર્ણન છેએક પ્રસિદ્ધ ધર્મનો બીજામાં આરોપ કરવો તે અસદ્ભૂત વ્યવહા૨નો વિષય છે; તેના ત્રણ ભેદ છે:
૧-સજાતિ ઉપચાર,
૨-વિજાતિ ઉપચાર,
૩–સજાતિ વિજાતિ ઉપચાર.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com