SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૭) : ચિત્ વિલાસ અનેક સ્વભાવ સંયુક્ત દ્રવ્યને પ્રમાણ વડે જાણીને-') એ વચનથી પર્યાય સ્વભાવથી અનિત્ય છે. (અહીં) કોઈ પ્રશ્ન કરે છે કે-પર્યાયને અનિત્ય કહો, પણ દ્રવ્યને અનિત્ય ન કહો. તેનું સમાધાન - ઉપચારથી દ્રવ્યને (અનિત્ય ) કહીએ; લક્ષણથી પર્યાયને અનિત્ય કહીએ. (વળી અહીં) બીજો પ્રશ્ન થાય છે કે-ઉત્પાદ-વ્યય-ધ્રુવ તો સત્તાનું લક્ષણ છે અને સત્તા દ્રવ્યનું લક્ષણ છે, (માટે તેને ) પર્યાયનું લક્ષણ ન કહો. તેનું સમાધાન કરીએ છીએઃ- ઉત્પાદ-વ્યય પણ પર્યાયસત્તાનું જ લક્ષણ (છે), ઉપચારથી (તેને) દ્રવ્યમાં કહીએ. નયચક્રમાં કહ્યું છે કે “દ્રવ્ય પર્યાયોપવીર: પર્યાયે દ્રવ્યોપવાર: (અર્થાત્ દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર થાય છે અને પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર થાય છે)' માટે (અનિત્ય પર્યાયનો) ઉપચાર કરીને (દ્રવ્યને અનિત્ય) કહીએ છીએ. અનિત્ય દ્રવ્ય મૂળભૂત વસ્તુ નથી-એમ જાણવું (૪) (દ્રવ્યવીર્ય) દ્રવ્યથી એક છે અને ગુણ-પર્યાયના સ્વભાવથી અનેક છે; અનેક સ્વભાવવડ એક છે, માટે અનેક ઉપચારથી કહીએ. એક સ્વભાવ સાધવાનું નિમિત્ત અનેકપણું એમ ઉપચારથી સાધ્યું છે. (૫) પૂર્વ પરિણામથી યુક્ત (તે) કારણરૂપ દ્રવ્ય છે (અને ) ઉત્તર પરિણામથી યુક્ત (તે) કાર્યરૂપ દ્રવ્ય છે,'-કારણ કાર્ય ૧. તત્ત્વાર્થ સૂત્ર ૫-૩); ૨ તત્ત્વાર્થ સૂત્ર ૫-૨૯; ૩. જાઓ, નયચક્ર ગા. પ૧. ૪. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા. ગા. ર૨૨, ૨૩). Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy