________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યવીર્ય
દ્રવ્યવીર્ય ગુણ-પર્યાયવીર્યનો સમુદાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-ગુણ-પર્યાયને દ્રવે, [તેમાં] વ્યાપે તે દ્રવ્ય છે, તેમ જ ગુણપર્યાયનો સમુદાય પણ દ્રવ્ય છે.- એ રીતે] ગુણ-પર્યાયનો સમુદાય અને [ ગુણ-પર્યાયમાં] વ્યાપવું- એ] વિશેષ જુદા છે, તો શું દ્રવ્ય પણ જુદા- [ બે પ્રકારના ] છે?
તેનું સમાધાન-વ્યાપકભાવના બે ભેદ છેઃ- [૧] ભિન્નવ્યાપક, [૨] અભિન્નવ્યાપક. ભિન્નવ્યાપકના બે ભેદ છેબંધવ્યાપક, (અને ) અબંધવ્યાપક, જેમ તલ વિષે તેલ બંધવ્યાપક છે, તેમ દેહ વિષે આત્મા બંધવ્યાપક છે; ધનાદિક વિષે અબંધવ્યાપક છે. (-ભિન્ન વ્યાપકપણાના આ બન્ને પ્રકારો) અશુદ્ધ અવસ્થામાં છે. અહીં શુદ્ધતામાં ગુણપર્યાયથી અભિન્ન વ્યાપક છે; તે અભિન્ન વ્યાપકના બે ભેદ છે–એક યુગપ સર્વદશવ્યાપક અને બીજો ક્રમવર્તી એકદેશવ્યાપક. દ્રવ્ય (પોતાના) ગુણોમાં યુગપત્ સર્વદેશવ્યાપક છે (અ) પર્યાયમાં ક્રમવર્તી વ્યાપક છે; કેમકે સર્વે ગુણપર્યાયનું એક દ્રવ્ય નિપજેલું છે; તેથી સર્વ (વ્યાપક અને) ક્રમવ્યાપક અભિન્નતા ગુણ-પર્યાયથી થઈ. એટલે વ્યાપકપણામાં, ગુણ-પર્યાયનો સમુદાય આવ્યો; માટે વ્યાપકતા અને “ગુણ-પર્યાય (નો સમુદાય)” (એ તો) કહેવા માત્ર ભેદ છે, (-દ્રવ્ય કાંઈ બે ભેદરૂપ નથી.) વસ્તુનો સ્વભાવ અન્ય અન્ય ભેદ વડે (તથા) સત્તાથી અભેદવડ સિદ્ધ છે. દ્રવ્યનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com