SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવન શક્તિ જીવનશક્તિ કહીએ છીએ: આ આત્મા અનાદિનિધન છે, અનંત ગુણયુક્ત છે, એક એક ગુણમાં અનંતશક્તિ છે. પ્રથમ જીવનશક્તિ છે; આ આત્માને કારણભૂત ચૈતન્યમાત્ર ભાવ છે, તે ભાવને ધારણ કરનારી જીવનશક્તિ છે. તે જીવનશક્તિ વડે જે જીવ્યો, જીવે છે અને જીવશે તેને જીવ કહીએ. આ જીવનશક્તિ ચિપ્રકાશથી શોભાયમાન દ્રવ્ય વિષે છે, ગુણ વિષે છે, પર્યાય વિષે છે. તેથી તે સર્વે જીવ થયા. (દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે થઈને) જીવ તો એક છે, જો જીવ ત્રણ ભેદમાં હોય તો તેના ત્રણ પ્રકાર થઈ જાય. પણ એમ તો નથી. દ્રવ્ય-ગુણ-પર્યાય જીવની અવસ્થા છે અને જીવ એ ત્રણરૂપ એક વસ્તુ છે. જેમ (વસ્તુના) અનંત (ગુણોમાં) ગુણ ભેદ છે તેમ જીવમાં ભેદ નથી, જીવનું સ્વરૂપ અભેદ છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-જીવ અભેદરૂપ છે, તો ભેદ વિના અભેદ કઈ રીતે થયું ?—જો ગુણ અનંત ન હોત તો દ્રવ્ય ન હોત, પર્યાય ન હોત, તો જીવ વસ્તુ પણ ન હોત. માટે દ્રવ્ય-ગુણપર્યાયના ભેદ કહેવાથી અભેદ સિદ્ધ થાય છે. તેનું સમાધાન-હે શિષ્ય ! ભેદ વગર અભેદ તો ન હોય, ૧. ગુજરાતી સમયસાર પૃ. ૫૦૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy