________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
: ૫૨ :
ચિહ્ન વિલાસ
પ્રદેશી પુદ્દગલને બહુ પ્રદેશી, પુદ્દગલને કર્મત્વ, એક ચેતનરૂપ જીવને માર્ગણાગુણસ્થાનાદિ જેટલી પરિણતિ વડે નિરૂપવો (તે વ્યવહાર છે); વળી, એક જીવને પુણ્ય-પાપ, આસ્રવ–સંવર (–નિર્જરા )–બંધ અને મોક્ષપરિણતિ વડે નિરુપો (તે), અને જેટલું વચનપિંડવડે કથન છે તે સર્વ વ્યવહાર નામ પામે.
વળી એક સામાન્યથી-સમુચ્ચયથી વ્યવહારનો આટલો અર્થ જાણવો;–આટલો દ્રવ્ય વ્યવહાર જાણવો કે, જે ભાવ વસ્તુ સાથે અવ્યાપકરૂપ સંબંધવાળો હોય-વસ્તુ સાથે વ્યાપ્યવ્યાપક (રૂપ ) એકમેક સંબંધવાળો ન હોય તે વ્યવહાર નામ પામે-આવું વ્યવહાર ભાવનું કથન દ્વાદશાંગ વિષે ચાલ્યું છે તે જાણવું. આ પ્રમાણે વ્યવહારનું સ્વરૂપે કહ્યું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com