________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૬ :
ચિદ્ર વિલાસ તેનું સમાધાનઃ- સ્વરૂપલાભ લક્ષણવાળો ઉત્પાદ છે, સ્વભાવ પ્રચ્યવન લક્ષણવાળો વ્યય છે; તેથી સ્વરૂપલાભમાં કાર્ય છે.-આ નિઃસંદેહુ જાણો. (ઉત્પાદના કાર્યરૂપ સ્વરૂપલાભ) પરમાત્મામાં સમયે સમયે થાય છે. માટે હે સંતો! એવા કારણ-કાર્યને પરિણામ દ્વારા જાણો કારણ અને કાર્ય પરિણામથી જ થાય છે.
વસ્તુના ઉપાદાનના બે ભેદ કહ્યા છે, તે કહીએ છીએ – અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે
त्यक्ताऽत्यक्तात्मरूपं यत् पूर्वापूर्वेण वर्तते। कालत्रयेऽपि तद्रव्यमुपादानमिति स्मृतम्।। यत्स्वरूपं त्यजत्येव यन्नात्यजति सर्वथा।
तन्नोपादानमर्थस्य क्षणिकं शाश्वतं यथा।।
અર્થ:- દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ તો પરિણામ (રૂપ) -વ્યતિરેક સ્વભાવ છે, અને અત્યક્ત સ્વભાવ ગુણરૂપ-અન્વયસ્વભાવ છે. તે ગુણ તો પૂર્વે હતા તે જ રહે છે, પરિણામ અપૂર્વ-અપૂર્વ થાય છે. આ દ્રવ્યનું ઉપાદાન છે તે પરિણામને તો તજે છે પણ ગુણને સર્વથા તજતું નથી; તેથી પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ શાશ્વત ઉપાદાન છે. વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે ઉત્પાદાદિ જીવાદિકથી ભેદસ્વરૂપે સધાય છે કે અભેદરૂપ સધાય છે? જો અભેદરૂપ સધાય છે તો ત્રિલક્ષણપણું ન હોય, જો ભેદરૂપ સધાય છે તો સત્તાભેદ થતાં સત્તા ઘણી થઈ, ત્યાં, વિપરીતતા થાય છે.
૧. જાઓ. ગુજ. પ્રવચનસાર પૃ. ૧૫૦. * જુઓ શ્લોક ૫૮ ની ટીકા, પૃ. ૨૧૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com