________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કારણ-કાર્યભાવ
પ્રથમ જ સર્વ સિદ્ધાંતનું મૂળ એ છે કે વસ્તુના કારણકાર્ય જાણવા; જેટલા સંસારથી પાર થયા છે તે સર્વે પરમાત્માનાં કારણ કાર્ય જાણી જાણીને થયા છે. ત્રણે કાળે જે પરમાત્માને ધ્યાવવાથી મુક્ત થયા તેના (-તે પરમાત્માના) કારણકાર્ય જો ન જાણ્યા તો તેણે શું જાણું? (કાંઈ જાણ્યું નથી.) માટે કારણ-કાર્ય જાણવા જોઈએ.
તે કારણ-કાર્ય કઈ રીતે ઊપજે છે તે કહીએ છીએ -
*पुव्वपरिणामजुत्तं कारणभावेण वट्टदे दव्वं।
उत्तरपरिणामजुदं तं चिय कज्जं हवे णियमा।। સિદ્ધાંતમાં એમ બતાવ્યું છે કે પૂર્વ પરિણામયુક્ત જે દ્રવ્ય છે તે કારણભાવ ( રૂપ) પરિણમેલું છે. (અને) ઉત્તર પરિણામયુક્ત જે દ્રવ્ય છે તે કાર્યભાવ ( રૂ૫) પરિણમેલું છે. કેમ કે પૂર્વ પરિણામ ઉત્તર પરિણામનું કારણ છે, પૂર્વ પરિણામનો વ્યય તે ઉત્તર (પરિણામ ) ના ઉત્પાદનું કારણ છે. જેમ-માટીના પિંડનો વ્યય ઘટ કાર્યનું કારણ છે.
કોઈ પ્રશ્ન કરે કે ઉત્તર પરિણામના ઉત્પાદમાં શું કાર્ય થાય છે?
* જાઓ, સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૨૨૨ અને ૨૩).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com