________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાન ગુણનું સ્વરૂપ
: ૨૧ :
પર્યાયથી અનંત છે, શક્તિ અનંત છે. ભેદ કલ્પનામાં દર્શનને જાણે તે ‘દર્શનનું જ્ઞાન' (એવું) નામ પામે, સત્તાને જાણે તે ‘સત્તાનું જ્ઞાન ' ( એવું ) નામ પામે; તેથી કલ્પના કરતાં ભેદ સંખ્યા છે, નિર્વિકલ્પ અવસ્થામાં એક છે. આ સંખ્યા જો પ્રદેશમાં ગણીએ તો જ્ઞાનના અસંખ્યાત પ્રદેશો છે.
૬. સ્થાનસ્વરૂપ-જ્ઞાનમાત્ર વસ્તુનું સ્થાનક જ્ઞાનમાત્ર વસ્તુમાં છે તેથી (જ્ઞાન) જ્ઞાનસ્વરૂપ પોતાના સ્થાનકમાં છે, તે જ સ્થાનસ્વરૂપ કહીએ. ( જે જ્ઞાન, ) દર્શનને જાણે તે દર્શનને જાણવાનું સ્થાનસ્વરૂપ દર્શનનું જ્ઞાન છે–એવી ભેદ ક્લ્પના ઊઠે છે, જ્ઞાતા જાણે છે.
૭. ફળ-જ્ઞાનનું ફળ છે તે જ્ઞાન છે, એક તો એમ છે, કેમકે એકનું ફળ બીજું ન હોય, (કોઈ ગુણ ) નિજલક્ષણને ન તજે, ગુણમાં ગુણ હોય નહિ, માટે (જ્ઞાનનું) નિર્વિકલ્પ નિજલક્ષણ ફળ છે. જેમ પોતે પોતાને સંપ્રદાન કરે તેમ (જ્ઞાનનું) પોતાનું ફળ ( સ્વભાવપ્રકાશ છે. બીજું, જ્ઞાનનું ફળ * સુખ કહીએ. બારમા ગુણસ્થાને મોહ ગયો, પણ અનંત સુખ (એવું નામ જ્ઞાન અનંત થવાથી તેરમા (ગુણસ્થાનક) માં પામ્યું; તેથી જ્ઞાનની સાથે આનંદ છે તે જ્ઞાનનું ફળ છે.-આ સંબંધમાં કહ્યું છે કે નાસ્તિ જ્ઞાનસમં સુસ્વમ્ (અર્થાત્ જ્ઞાન સમાન સુખ નથી).'
"
(અહીં જેમ જ્ઞાનમાં નામ, લક્ષણાદિ સાત ભેદ ઉતાર્યા તેમ) એ સાતે ભેદો દર્શનમાં લગાડવા, વીર્યમાં ( પણ ) લાગે, અનંત ગુણોમાં (પણ ) તે સાતે ભેદ જાણો.
આ રીતે જ્ઞાનનું (સ્વરૂપ) અને તેના ભેદ સંક્ષેપમાત્રથી કહ્યા.
* પ્રવચનસાર. ગા. ૫૪ હેડીંગ તથા ગા.૫૯-૬૦-૬૧.
ज्ञान समान न आन जगत में सुखको कारण ।
यह परमामृत जन्मजरामृतु - रोग - निवारण ।।
છહુ ઢાળા:૪-૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com