________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાન ગુણનું સ્વરૂપ
: ૧૯ : ગુણો સાથે દર્શનને જાણવા છતાં જ્ઞાન તે દર્શનરૂપે થઈ જતું નથી.) જ્ઞાનની શક્તિ યુગપ-બધાને એક સાથે-જાણવાની છે તેથી ( જ્ઞાનને) જુદું વિશેષણ (ગુણ) લેવું. જેમ પાંચ રસ જેમાં ગર્ભિત છે એવો રસ કોઈએ ચાખ્યો, ત્યાં એમ કહેવાનું બનતું નથી કે આ પુરુષે મધુર રસ ચાખ્યો. તેમ દર્શન અનંત ગુણોમાં આવી ગયું, એક (જાદા દર્શન-ગુણ ) ની કલ્પના કરવાનું બનતું નથી–એમ જાણવું.
જ્ઞાન પોતાના સત્પણાથી સત્તારૂપ છે. જ્ઞાન પોતાના સૂક્ષ્મતથી સૂક્ષ્મરૂપ છે, જ્ઞાન પોતાના વીર્યથી અનંત બળરૂપ છે, જ્ઞાન પોતાના અગુરુલઘુત્વથી અગુરુલઘુરૂપ છે-એ પ્રમાણે અનંત ગુણોનાં લક્ષણ જ્ઞાનમાં આવે છે. જ્ઞાન ત્રિકાળવર્તી સર્વને એક સમયમાં યુગપતું જાણે છે.
ત્યાં, આ પ્રશ્ન ઊઠે છે કે આત્માને ભવિષ્યકાળના સમયસમયમાં જે પરિણામદ્વારા જે સુખ થશે તે તો જ્ઞાનમાં આવી પ્રતિભાસ્યું, (તો પછી) સ્વસવેદન પરિણતિનું સુખ સમયે સમયે નવું નવું કહેવાનું કઈ રીતે રહ્યું?
તેનું સમાધાન - જ્ઞાનભાવમાં ભવિષ્યકાળ થતાં જે પરિણામ વ્યક્ત થશે ત્યારે તે સુખ વ્યક્ત થશે. અહીં (વર્તમાનમાં ) વ્યક્ત પરિણામ થયા તેથી સુખ છે; પરિણામ એક સમય જ રહે છે તેથી સમયમાત્ર પરિણામનું સુખ છે, જ્ઞાનનું સુખ યુગપત્ છે. પરિણામનું (સુખ) સમય માત્રનું છે (તેથી) સમય સમયના પરિણામ જ્યારે આવે ત્યારે વ્યક્ત સુખ થાય. ભવિષ્ય કાળના પરિણામ જ્ઞાનમાં આવ્યા, પણ થયા નથી, તેથી પરિણામનું સુખ ક્રમવર્તી છે, તે તો સમયે સમયે નવું નવું થાય છે. જ્ઞાનનો ઉપયોગ યુગપત છે, તે ઉપયોગ પોત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com