SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૧૦ : ચિહ્ન વિલાસ આ પ્રમાણે ચૈતન્ય વડે સત્તાના સાત ભંગ જ્ઞાન સાથે સધાય છે. એજ પ્રમાણે ચૈતન્ય વડે સત્તાના સાત ભંગ દર્શન સાથે સાધવા; તથા એ જ પ્રમાણે વીર્ય સાથે, પ્રમેયત્વ સાથે, તેમજ અનંત ગુણો સાથે (સાધવા ) ચેતનાની જેમ બધા ગુણો સાથે (સત્તાના સાત ભંગ) સાધીએ ત્યારે (સત્તામાં ) અનંત સાત ભંગ સધાય છે. વળી સત્તાની જગ્યાએ વસ્તુત્વ મૂકીને, તેની સાથે સત્તાની જેમ સાધીએ ત્યારે અનંતવાર સાત ભંગ થાય છે. એ જ રીતે વસ્તુત્વ સાથે. એવી જ રીતે એકેક ગુણ સાથે અનંતવાર જુદા જુદા સાધવા. એ રીતે અનંત ગુણ સિદ્ધ થાય છે. સત્તાની જગ્યાએ ( ચેતન ) મૂકીએ ત્યારે એક ચેતનની વિવક્ષાથી (સાત ભંગ) સધાય છે, તે જ પ્રમાણે ચેતનાની માફક એકેક ગુણને વિવક્ષાવડે સાધીએ ત્યારે બધા ગુણો પર્યંત અનંતાનંત (સાત ભંગ) એક એક ગુણ સાથે સધાય છે. એવી રીતે આ ચર્ચા સ્વરૂપની રુચિ પ્રગટે ત્યારે પામે અને કરે. નિજ ઘ૨નાં નિધાન નિજપારખી જ પરખે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy