________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિશેષમદ, શુદ્ધ ઇત્યાના વિશખરની ગણ-પોશી જાય
: ૪ :
ચિદ્ર વિલાસ અન્વયદ્રવ્યાર્થિકનય દ્રવ્યને ગુણાદિ સ્વભાવરૂપ બતાવે છે; સત્તાસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) સત્તારૂપ બતાવે છે; અનંત જ્ઞાનસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) જ્ઞાનસ્વરૂપ બતાવે છે; દર્શન સાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) દર્શનરૂપ બતાવે છે; અનંતગુણસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) અનંતગુણરૂપ બતાવે છે.-ઈત્યાદિ અનેક વિશેષણો દ્રવ્યનાં છે તે, દ્રવ્યમાં નય-પ્રમાણ વડે સાધવા. [ ઉપર જે અભેદ, ભેદ, શુદ્ધ ઇત્યાદિ પ્રકારો કહ્યા છે તે બધા દ્રવ્યના વિશેષણોલક્ષણો છે, અને તે બધાના વિશેષ્યરૂપ લક્ષ્યરૂપ દ્રવ્ય છે.]
અહીં કોઈ પ્રશ્ન કરે છે. હે પ્રભો! “ગુણ-પર્યાયનો પુંજ દ્રવ્ય છે,'-એમ કહેતાં તેમાં ગુણના લક્ષણ વડે તો ગુણને જાણ્યા ને પર્યાયના લક્ષણવડ પર્યાયને જાણ્યા, દ્રવ્ય તો કોઈ વસ્તુ નથી. આમ કહેતાં તો, તે દ્રવ્ય, જેમ “આકાશનું ફૂલ” કહેવા માત્ર છે તેમ, દ્રવ્યનું સ્વરૂપ પણ કહેવા માત્ર જ છે (-એમ ઠરશે); તેનું રૂપ તો ગુણપર્યાય છે, બીજાં કાંઈ નથી. માટે ગુણ-પર્યાય જ છે, દ્રવ્ય નહિ ?
તેનું સમાધાનઃ જે સ્વભાવ છે તે સ્વભાવથી ઉત્પન્ન છે; સ્વભાવી ન હોય તો સ્વભાવ ન હોય અગ્નિ ન હોય તો ઉષ્ણ સ્વભાવ ન હોય, સોનું ન હોય તો પીળાશ-ચીકાશ-વજન સ્વભાવ ન હોય, તેથી ગુણ-પર્યાય દ્રવ્યના આશ્રયે છે. આ સંબંધમાં તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે “ટ્રવ્યાશ્રયા નિાળા :'' દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. આ સંબંધમાં દષ્ટાંત આપે છે. જેમ એક ગોળી વીશ ઔષધિની બનેલી છે;
|
૧ તત્ત્વાર્થ સૂત્ર ૫-૪૧. ૨ આત્માવલોકન પૃ ૯૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com