________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય અધિકાર
: ૩ : મુળસમુદ્દાયો દ્રવ્યું ( અર્થાત ગુણોનો સમુદાય તે દ્રવ્ય છે)' એ પણ વિવેક્ષાથી પ્રમાણ છે. ગુણપર્યયવત્ દ્રવ્ય' (અર્થાત્ ગુણપર્યાયવાળું દ્રવ્ય છે )” એમ કહેતાં તેમાં “સત્તા” અને “સર્વ ગુણપર્યાય” આવી ગયા, તેથી “ગુણપર્યાયવાન્ દ્રવ્ય' એ પણ વિવક્ષાથી પ્રમાણ છે. (૩) “વ્યત્વયોર્િ દ્રવ્ય' (અર્થાત્ દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે ) એ પણ પ્રમાણ છે-કઈ રીતે? (તે કહે છે:-) ગુણપર્યાયોને દ્રવ્યા વગર દ્રવ્ય ન હોય તેથી દ્રવવાપણું દ્રવ્યત્વ ગુણથી છે; (દ્રવ્ય પોતે) દ્રવીને ગુણ-પર્યાયમાં વ્યાપીને તેને પ્રગટ કરે છે તેથી ગુણ-પર્યાયનું પ્રગટ કરવાપણું દ્રવ્યત્વ ગુણથી છે. માટે દ્રવ્યત્વની વિવક્ષાથી ‘દ્રવ્યત્વયોર્ દ્રવ્ય (અર્થાત્ દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે )” એ પણ પ્રમાણ છે. “દ્રવ્ય સ્વત:સિદ્ધ છે” એ પણ પ્રમાણ છે; કેમકે એ ચારે ય દ્રવ્યનો સ્વતઃસ્વભાવ છે, પોતાના સ્વભાવરૂપે દ્રવ્ય સ્વતઃ પરિણમે છે, તેથી સ્વત:સિદ્ધ કહેવાય છે. [ આ રીતે “સત્તા, ગુણોનો સમુદાય,' “ગુણપર્યાયવાળું, ને ‘દ્રવ્યત્વનો સંબંધ” એ ચારે લક્ષણો પ્રમાણ છે. તેમાંથી કોઈ એકને જ્યારે મુખ્ય કરીને કહેવામાં આવે ત્યારે બાકીનાં ત્રણે લક્ષણો પણ તેમાં ગર્ભિતરૂપે આવી જ જાય છે-એમ સમજવું.)
દ્રવ્ય ગુણ-પર્યાયોને દ્રવે છે, ગુણ-પર્યાયો દ્રવ્યને દ્રવે છે, તેથી તેઓ “દ્રવ્ય' એવું નામ પામે છે. દ્રવ્યાર્થિકનયવડે દ્રવ્ય (ના જે) વિશેષણ છે તેના અનેક ભેદ છે. * (તે આ પ્રમાણે:-)
અભેદ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને પોતાના સ્વભાવથી અભેદ બતાવે છે; ભેદ કલ્પનાઃ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને ભેદરૂપ બતાવે છે; શુદ્ધ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને શુદ્ધ બતાવે છે;
* જાઓ, આલાપપદ્ધત્તિ પૃ-૬૯ થી ૭ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com