________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૦ :
સમ્યકત્વની છ ભાવના સમ્યગદર્શનનું નિશ્ચય સ્વરૂપ તો એક જ પ્રકારે છે, તો પણ તેના સ્વરૂપનું નિર્મળ જ્ઞાન થવા માટે વ્યવહારે આ ગ્રંથમાં સમ્યકત્વના ૬૭ ભેદો કહ્યા છે; તેમાં સમ્યકત્વની છ ભાવનાનું સ્વરૂપ ખાસ લક્ષમાં રાખવા યોગ્ય હોવાથી નીચે આપ્યું છે
“૧. (મૂળ ભાવના)-સમ્યકત્વ સ્વરૂપ અનુભવ તે સકળ નિજધર્મમૂળ-શિવમૂળ છે, જિનધર્મરૂપી કલ્પતરુનું મૂળ સમ્યકત્વ છે, એમ ભાવે.
૨. (દ્વાર ભાવના)-ધર્મનગરમાં પ્રવેશવા માટે સમ્યકત્વ દ્વાર છે.
૩. (પ્રતિષ્ઠા ભાવના)-વ્રત-તપની, સ્વરૂપની પ્રતિષ્ઠા સમ્યકત્વ છે.
૪. (નિધાનભાવના)-અનંત સુખ દેવાને નિધાન સમ્યકત્વ છે. ૫. (આધારભાવના)-નિજ ગુણનો આધાર સમ્યકત્વ છે. ૬. (ભાજનભાવના)-સર્વ ગુણોનું ભાજન (સમ્યકત્વ) છે. (આ) છ ભાવનાઓ સ્વરૂપરસ પ્રગટ કરે છે.
સંસારનું મૂળ મિથ્યાત્વ છે, તેમ ધર્મનું મૂળ સમ્યકત્વ છે. ધર્મનો અર્થ વીતરાગી ચારિત્ર છે. સમ્યગ્દર્શનરૂપ મૂળ વગરના વ્રત અને તપ તે બાળવ્રત અને બાળતપ છે. બાળજીવોએ બાળપણું (મિથ્યાત્વ) ટાળવા માટે વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. સમ્યગ્દર્શન તે “દર્શનસામાયિક છે; અને તે મૂળના આધારે પ્રગટતું વીતરાગી ચારિત્ર તે “ચારિત્ર સામાયિક છે. તથા સમ્યગ્દર્શન પોતે “મિથ્યાત્વનું પ્રતિક્રમણ” છે અને વીતરાગી ચારિત્ર તે “અસંયમનું પ્રતિક્રમણ” છે. એ વીતરાગી ચારિત્ર સમ્યગ્દર્શનરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com