________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કરતાં નિશ્ચય (શુદ્ધ પર્યાય) પ્રગટશે.-તેઓની આ માન્યતા મિથ્યા છે એમ આ ગ્રંથના ૪૬ મા પાને નીચેના શબ્દોમાં કહ્યું છે
વ્યવહારથી પરપરિણતિરૂપ રાગ-દ્વેષ-મોહ ક્રોધ-માન માયા-લોભાદિ (છે, તે) અવલંબન હેય કરવું; સંસારી જીવોએ એક ચૈતન્ય આત્મસ્વરૂપવિષે અવલંબન કરવું-સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું.”
[૧૨]-એ પ્રમાણે બન્ને નયોનું યથાર્થ જ્ઞાન-વ્યવહારને હેય અને નિશ્ચયને ઉપાદેય-ગ્રહણ કરવું તે બન્ને નયોનું ગ્રહણ છે, પણ વ્યવહાર નયના આશ્રયે નિશ્ચય પ્રગટે એમ માનવાથી તો બન્ને નયોનો નાશ થાય છે.
સમ્યગ્દર્શન એટલે નિયત [૧૩] ઉપર પ્રમાણે પોતાના એક ચૈતન્ય આત્મસ્વરૂપ વિષે અવલંબન કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે; અને સમ્યગ્દષ્ટિ જીવન સર્વે દ્રવ્યના પર્યાયો નિયત હોય છે–એવું યથાર્થ જ્ઞાન-સ્વ તરફના પુરુષાર્થ સહિત-હોય છે, તેથી સમ્યગ્દર્શનનું એક નામ “નિયત” છે. (જુઓ. પૃ. ૪૯ છેલ્લેથી બીજી લીટી)
સમ્યકત્વગુણની પ્રધાનતા [૧૪] સમ્યકત્વ ગુણની પ્રધાનતાનું કારણ (પૃ. ૧૨ માં) નીચે મુજબ આપ્યું છે
“સમ્યકત્વ ગુણ છે તે પ્રધાન ગુણ છે, કેમકે સર્વે ગુણો સમ્યક્ આનાથી છે; સર્વે ગુણોનું અસ્તિત્વપણું આનાથી છે; સર્વે ગુણોનો નિશ્ચય, યથા અવસ્થિતભાવ (આનાથી) છે. નિશ્ચયનું નામ સમ્યકત્વ છે કે જ્યાં વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ અનુભવસ્વરૂપ સમ્યક્ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com