________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિણામશક્તિના ભેદ
હવે, વસ્તુ વિષે પરિણામશક્તિનું વર્ણન કરીએ છીએ:
ગુણસમુદાય દ્રવ્ય છે, તે દ્રવ્ય પોતાના ગુણ-પર્યાય સ્વભાવવડ ઉત્પાદ-વ્યય-ધ્રુવથી આલિંગિત છે. ગુણરૂપ સત્તાના બે ભેદ છે–એક સાધારણ, એક અસાધારણ. દ્રવ્યત્વ આદિ સાધારણ, જ્ઞાનાદિ અસાધારણ સત્તા છે. જ્ઞાન-દર્શનાદિ વિશેષ ગુણોના સત્ત્વથી જીવ પ્રગટયો (અર્થાત્ જણાયો) ત્યારે (જીવના) વસ્તુત્ત્વ વગેરે સર્વે ગુણો જણાયા. માટે અસાધારણ વડે સાધારણ છે, સાધારણ વડે અસાધારણ છે. એ સર્વે દ્રવ્ય-ગુણ-પર્યાય પોતાના યથાઅવસ્થિતપણાવડે સ્વચ્છ થયા, ત્યારે પરના અભાવને લીધે અભાવશક્તિરૂપ થયા. નિજ વસ્તુનો સકળ ભાવ પરના અભાવ વડ ચિદ્વિલાસથી શોભિત સ્વરસથી ભરેલો, ત્યાગઉપાદાનશૂન્ય, સકળ કર્મનો અકર્તા, (તથા) અભોક્તા, સર્વકર્મમુક્ત આત્મપ્રદેશ, સહજ મગ્ન, પરમૂર્તિ રહિત અમૂર્તરૂપ, પટ્ટારકરૂપ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવરૂપ, સંજ્ઞા-સંખ્યા-લક્ષણ-પ્રયોજનાદિરૂપ. નિત્યાદિ સ્વભાવરૂપ સાધારણાદિ ગુણરૂપ (તથા) અન્યોન્ય ઉપચારાદિ રૂપ-એવા અનંત ભેદ–અભેદ (રૂપ) છે. (તેમાં) સામાન્ય-વિશેષ આદિ અનંત નયોથી, અનંત વિવક્ષાઓથી અનંત સપ્તભંગ સાધવા.
૧. જુઓ, સમયસાર ગુજ0 પૃ. ૫૦૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com