________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ શક્તિના બળે તેને કર્મ સદાય ઘટયા જ કરે છે; સદન નિવાસી એટલે કે ગૃહવાસી હોવા છતાં અંતરમાં તેનાથી ઉદાસીનતા છે તેથી આમ્રવની તેને છટાછટી છે, -આસ્રવો છૂટતા જ જાય છે. અજ્ઞાનીને જે ક્રિયાઓ ભવનો હેતુ થાય છે તે જ ક્રિયાઓ અંતરની ચૈતન્યદષ્ટિને લીધે સમ્યગ્દષ્ટિને બંધની ઝટાઝટી કરે છે–અર્થાત્ તેને નિર્જરા જ થાય છે.
નરકગતિ, તિર્યંચગતિ, સ્ત્રી પર્યાય, નપુંસકપર્યાય, વિકલત્રય વગેરે ૪૧ પ્રકૃતિની તો સમ્યગ્દષ્ટિને નિરંતર કટોકટી થઈ ગઈ છે અર્થાત્ તે ૪૧ પ્રકૃતિ તો તેને બંધાતી જ નથી.
તે અવિરત સમ્યગ્દષ્ટિ જો કે સંયમ ધારણ કરી શકતા નથી તો પણ તેમના અંતરમાં તો સંયમ ધારણ કરવાની ચટપટી વર્તે છે. નિરંતર સંયમભાવના વર્તે છે.
અહો ! સમ્યગ્દષ્ટિના આવા પ્રશંસનીય ગુણોનો ખજાનો, તેનું દૌલતરામજીને સદાય રટણ રહ્યા કરે છે.
વાહ! ચૈતન્યમૂર્તિ આત્માની દષ્ટિવાળા સમ્યગ્દષ્ટિઅંતરાત્મા જીવોની દશા કોઈ અદ્દભુત-અચિંત્ય-આશ્ચર્યકારી છે; તેની ઓળખાણ કરતાં જીવને પોતાના આત્મસ્વરૂપનો કોઈ અચિંત્યમહિમા લક્ષમાં આવે છે. તે અંતરાત્મા ઉત્કૃષ્ટ હો, મધ્યમ હો કે નાનામાં નાના જઘન્ય હો, પણ શુદ્ધાત્માની પ્રતીતરૂપ સમ્યગ્દર્શન બધાને સરખું છે; પ્રતીતમાં ફેર નથી, બધાય અંતરાત્માઓ ભૃતાર્થદષ્ટિવંત છે, શુદ્ધ ચૈતન્યની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com