________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૭૪ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
જે દેહાદિની ક્રિયાને આત્માની માનનારા બહિરાત્મા છે, જેને દેહથી ભિન્ન આત્માની ખબર નથી, એવા બહિરાત્મા જીવોને સમ્યગ્દર્શન હોતું નથી, તેમજ શ્રાવકપણું કે સાધુપણું પણ તેને હોતું નથી. શરીરની દશાથી આત્માને ધર્મ-અધર્મ થવાનું જે માનતા હોય તે બધા બહિરાત્મા છે-એમ નિઃશંક જાણવું. જીઓ, બીજા જીવોની પણ આવી ઓળખાણ થઈ શકે છે. પરમાત્મા કેવા હોય ? અંતરાત્મા કેવા હોય ? બહિરાત્મા કેવા હોય ? તેનું સ્વરૂપ ઓળખી શકાય છે. તે ઓળખીને શું કરવું? કે બહિરાત્મપણું છોડવું; અંતરાત્મા થઈને ૫૨માત્મસ્વરૂપે આત્માને યાવવો.
શરીર તો જડ અજીવ છે, તેમાં કાંઈ જીવનો ધર્મ ગરી ગયો નથી. જીવની પર્યાય અજીવમાં જાય નહીં. બહિરાત્મપણું એ પણ જીવની પર્યાયમાં છે, તે કાંઈ શરીરમાં નથી. અજ્ઞાનથી તે માને ભલે કે હું શરીરમાં છું, પણ તે માન્યતા પણ તેણે પોતાની જ પર્યાયમાં કરી છે. અરે, શરીરથી આત્માની ભિન્નતાને જે ન જાણે તેને તો શાસ્ત્રકારોએ તત્ત્વમૂઢ કહ્યો છે; ભલે B. A. M. A. વગેરે ઘણાં લૌકિક ભણતર તે ભણ્યો હોય તોપણ જીવ-અજીવના ભેદજ્ઞાનરૂપ વીતરાગી આત્મવિદ્યામાં તો તે મૂઢ છે; તેનું લૌકિક ભણતર આત્માના હિત માટે કાંઈ જ કામનું નથી. આત્માના હિત માટે તો આ જીવ-અજીવનું ભેદજ્ઞાન કરાવનારી વીતરાગવિદ્યા ભણવા જેવી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com