________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૬૯ ભાઈ વિચાર તો કર કે રૂપિયા, મકાન, મોટર વગેરે પદાર્થો તો જીવતત્ત્વ છે? –કે અજીવ? એ તો અજીવ છે. તો શું અજીવમાં કદી સુખ હોય? ના, એનામાં સુખ કદી છે જ નહિ, તો તે તને ક્યાંથી સુખ આપે? માટે અજીવમાં-પરમાં સુખબુદ્ધિ છોડ.
હવે તે અજીવ તરફના વલણનો તારો ભાવ, (–પછી તે અશુભ હો કે શુભ) તેમાં પણ આકુળતા ને દુઃખ જ છે, તેમાં કાંઈ ચૈતન્યના આનંદનું વદન તો નથી. -માટે તે પરલક્ષ શુભાશુભભાવોમાંય સુખબુદ્ધિ છોડી દે.
સુખથી ભરેલો તારો આત્મસ્વભાવ, તેમાં ઉપયોગ જડતાં જ સ્વલક્ષે પરમ આનંદ અનુભવાય છે.
જાઓ, સાતતત્ત્વને જાણવામાં આ વાત આવી જાય છે. -
જ્ઞાન ને આનંદ જેમાં છે તે જીવતત્ત્વ;
તેની સન્મુખતાથી આનંદ અનુભવાય–તેમાં સંવરનિર્જરા-મોક્ષ આવ્યા.
જ્ઞાન ને સુખ જેમાં નથી તે અજીવતત્ત્વ;
તેની સન્મુખતાથી આકુળતા અનુભવાય છે-તેમાં પુણ્ય-પાપ-આસ્રવ ને બંધ આવી ગયા.
આ રીતે તત્ત્વોનું પૃથક્કરણ કરીને સમજે તો મોક્ષમાર્ગનો સાચો નિર્ણય થયા વગર રહે નહીં. ગાગરમાં સાગરની જેમ આ છહુઢાળાના નાના પુસ્તકમાં ઘણા શાસ્ત્રોનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com