________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૭૦ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
સાર ભરી દીધો છે; પંડિતજીએ પૂર્વાચાર્યોના ઉપદેશઅનુસાર કથન કર્યું છે.
સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વ કેવું છે તેની આ વાત ચાલે છે. વિદેહક્ષેત્રોમાં દેસહિત અરિહંતભગવંતો સદાય બિરાજે છે, અહીં ભરતક્ષેત્રમાં પણ અઢીહજાર વર્ષ પહેલાં અરિહંત ભગવાન સાક્ષાત્ વિચરતા હતા, તે ભગવંતોએ જીવાદિ તત્ત્વનું જેવું સ્વરૂપ કહ્યું તેવું જ્ઞાનસંતોએ ઝીલ્યું, જાતે અનુભવ્યું અને શાસ્ત્રમાં કહ્યું; તે જ અહીં કહેવાય છે. સંસ્કૃતભાષામાં સિદ્ધાંતસૂત્રોની પહેલવહેલી ૨ચના કરનારા શ્રી ઉમાસ્વામી આચાર્ય વીતરાગતામાં ઝુલતા ૫૨મ દિગંબર સન્ન હતા ને કુંદકુંદાચાર્યદેવના તેઓ શિષ્ય હતા, તેમણે રચેલું તત્ત્વાર્થસૂત્ર એ જૈનસિદ્ધાંતની ગીતા જેવું છે, તેના ઉપર પૂજ્યપાદસ્વામી અંકલંકસ્વામી ને વિદ્યાનંદીસ્વામી જેવા મહા આચાર્યોએ ‘ સર્વાર્થસિદ્ધિ' ‘રાજવાર્તિક' તથા ‘શ્લોકવાર્તિક' જેવી મોટી-મોટી ટીકાઓ રચી છે; તે તત્ત્વાર્થ-સૂત્રમાં મોક્ષમાર્ગ, સાતત્ત્વો વગેરે ઘણા વિષયોનું વર્ણન કર્યુ છે. પહેલા જ સૂત્રમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે, તેમાં નિશ્ચય સમ્યગ્દર્શનાદિની વાત છે. જો કે ત્યાં સાત તત્ત્વોની વાત લીધી છે, પણ તે સાત તત્ત્વોને જાણીને તેમાંથી શુદ્ધનયના વિષયરૂપ શુદ્ધાત્માને લક્ષમાં લઈને, તેની સન્મુખ થઈને નિર્વિકલ્પ પ્રતીત કરે એવા નિશ્ચયસમ્યગ્દર્શન સહિતની તે વાત છે. જેમ સમયસારમાં ૧૩ મી ગાથામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com