________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ તેઓ અનંતા છે. અરિહંત અને સિદ્ધપરમાત્મા આત્માના અનંત સુખને અનુભવે છે.
–આમ ત્રણ પ્રકારમાંથી બહિરાત્મપણાને હેયરૂપ જાણીને છોડવું; અંતરમાં દેહથી ભિન્ન શુદ્ધ પરમસ્વરૂપને ઓળખીને અંતરાત્મા થવું અને નિરંતર તેના જ ધ્યાનવડ પરમાત્મા થઈને નિત્ય અનંત આનંદનો અનુભવ કરવો. દરેક જીવમાં આવા પરમાત્મા થવાની તાકાત છે.
કોઈ કહે કે અમે ગામડામાં રહીએ, ધંધા-વેપારમજુરીમાં જીવન વીતાવીએ, ને આ પરમાત્મા થવાની આવડી મોટી વાત આપ સમજાવો છો !
તો કહે છે કે-હા, ભાઈ ! તું ગામડામાં નથી રહ્યો, તું તો તારા અનંતગુણના મોટા વૈભવમાં રહ્યો છો. દુ:ખથી છૂટવા માટે આત્માની દરકાર કરીને જે સમજવા માંગે તે દરેકને સમજાય તેવી આ વાત છે. તારા સ્વરૂપમાં જે છે તે જ તને બતાવીએ છીએ, એનાથી વિશેષ કાંઈ નથી કહેતા. બાપુ! જીવનમાં આ વાત લક્ષમાં લેવા જેવી છે, બાકી તો બધું થોથાં છે, તેમાં આત્માનું કાંઈ હિત નથી. પૈસા કમાવા ખાતર મજુરીમાં જીવન વીતાવે છે પણ એ કરોડો રૂપિયામાં કે બંગલા-મોટરમાં ક્યાંય સુખનો છાંટોય નથી, અરે! સ્વર્ગમાંય સુખ નથી ત્યાં મનુષ્યલોકના વૈભવની શી વાત! સુખ તો આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન ચારિત્રમાં જ છે, બાકી બહારનાં કોઈ પણ પદાર્થના લક્ષે તો આકુળતા ને દુ:ખ જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com