________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૫૯ જે મોક્ષનું સાધન માને છે તેને મોક્ષતત્ત્વની ખબર નથી. મોક્ષનાં કારણ અને બંધનાં કારણ ભિન્નભિન્ન છે, તેમને ભિન્નપણે જાણવા જોઈએ. જે બંધનું કારણ થાય તે મોક્ષનું કારણ ન થાય, ને જે મોક્ષનું કારણ થાય તે બંધનું કારણ ન થાય. –આમ સાતતત્ત્વોની ઓળખાણમાં તો બધાય ખુલાસા આવી જાય છે. સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખથી જે સાતતત્ત્વનું સ્વરૂપ આવ્યું છે તેના જ્ઞાનમાં આખા વિશ્વનાં તત્ત્વોનું જ્ઞાન આવી જાય છે. જીવ શું, અજીવ શું, કયા ભાવથી જીવને સુખ થાય, કયા ભાવથી જીવને દુ:ખ થાય, તેના જ્ઞાનવગર જીવને ધર્મ કે સુખનો ઉપાય થઈ શકે નહીં. મોક્ષદશારૂપે પરિણમેલા આત્મા તે દેવ, સંવ-નિર્જરારૂપે પરિણમેલા આત્મા તે ગુરુ, –એમ સાચા દેવ-ગુરુની ઓળખાણ પણ નવતત્ત્વના વિકલ્પોથી પાર થઈને જ્ઞાનઅનુભૂતિવડે શુદ્ધઆત્માને પ્રતીતમાં લેવો તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. અહો, આ તો હજી વીતરાગ-જૈનધર્મનો એકડો છે, -ધર્મની પહેલી ભૂમિકા જે સમ્યગ્દર્શન તેની આ વાત છે.
વીતરાગ જૈનમાર્ગ સિવાય અન્યમતમાં તો સાચાં તત્ત્વો હોતાં નથી, કેમકે તેમાં તો સર્વજ્ઞતા જ નથી. જિનમતમાં સર્વજ્ઞભગવાને અતીન્દ્રિયજ્ઞાનવર્ડ જાણીને નવતત્ત્વો જે પ્રમાણે કહ્યાં છે તે પ્રમાણે બરાબર ઓળખીને શ્રદ્ધા કરવી તે સમ્યક્ દર્શન વ્યવહારથી છે, તેમાં ભેદ અને વિકલ્પ છે તેથી તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com