________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ માને તેને મુનિના સંવરની ખબર નથી, સંવરદશાવાળા મુનિને તેણે ઓળખ્યા નથી. એ જ રીતે સમ્યગ્દર્શન થાય ત્યાં માંસાહારાદિ જેવી પાપવૃત્તિ હોય જ નહીં એટલે તેવો પાપાસવ પણ ત્યાં હોય જ નહીં, –એવી સંવારદશા ત્યાં હોય છે.
* નિર્જરા તત્ત્વ * ધર્મીનો ઉપયોગ જેમ જેમ સ્વરૂપમાં એકાગ્ર થતો જાય તેમ તેમ શુદ્ધતા વધતી જાય છે, અને તેટલી અશુદ્ધતા તથા કર્મો ખરી જાય છે, તેનું નામ નિર્જરા છે. જીવની શુદ્ધતા વડે નિર્જરા થાય છે. કોઈ દેહની ક્રિયા વડે નિર્જરા થતી નથી. શરીર સુકાય ને દુઃખ લાગે તે કોઈ નિર્જરાનું કારણ નથી એટલે કે તે ધર્મ નથી. ચૈતન્યની શુદ્ધતારૂપ તપ છે તેના વડે સાચી નિર્જરા થાય છે અને તે ધર્મ છે. કર્મોની સ્થિતિ પાકીને જે સવિપાક નિર્જરા થાય છે તે તો બધા જીવોને થાય છે, તેની સાથે ધર્મનો સંબંધ નથી, તે નિર્જરા મોક્ષનું કારણ નથી.
* મોક્ષ તત્વ * જ્યાં સંપૂર્ણ નિરાકુળ સુખ ને જ્ઞાન છે, અને જેમાં કર્મનો-રાગનો કે દુ:ખનો સર્વથા અભાવ છે એવી મોક્ષદશા છે. મોક્ષ શું છે, અને તેનો ઉપાય શું છે તે ઓળખવું જોઈએ. રાગના સર્વથા અભાવરૂપ જે મોક્ષ, તેનો ઉપાય પણ રાગ વગરનો જ છે. મોક્ષના ઉપાયરૂપ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર ત્રણેય રાગ વગરના છે. રાગ તે મોક્ષનો ઉપાય નથી. રાગને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com