________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૫૭
* આસવ તથા બંધ તત્ત્વ *
મિથ્યાત્વાદિ ભાવો વડે કર્મનો આસ્રવ તથા બંધ થાય છે; પાપ અને પુણ્ય તે પણ આસ્રવ તથા બંધમાં સમાય છે. પુણ્ય-પાપ વગેરે આસ્રવ છે તેને આસવરૂપે જાણવા, પણ તેને સંવરમાં ન ભેળવવા, તે આસ્રવતત્ત્વની શ્રદ્ધા છે. આસ્રવનો કોઈ પ્રકાર જીવને તિરૂપ નથી, કે તે મોક્ષનું કારણ નથી એમ જાણવું જોઈએ. જો કોઈ પ્રકારના આસ્રવને હિતરૂપ માને તો તે જીવને આસ્રવતત્ત્વની શ્રદ્ધા સાચી નથી. અશુભ કે શુભ એ બંને પ્રકારના બંધન છોડવા જેવા છે, તેમાંથી એકેય સારાં નથી. શુભરાગ પણ જીવને બંધનું જ સાધન છે, તે કાંઈ મોક્ષનું સાધન નથી. નવતત્ત્વની સાચી ઓળખાણ કરે તેને પુણ્યની મીઠાશ રહે નહીં; પુણ્યને પણ તે છોડવા જેવું સમજે.
* સંવર તત્ત્વ *
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ
વીતરાગભાવ વડ કર્મોનો સંવર થાય છે. આત્માની શુદ્ધતા થતાં અશુદ્ધતા અને કર્મો અટકી જાય છે. કઈ ભૂમિકામાં કેટલા અંશે સંવર હોય, ત્યાં કેવા નિમિત્ત હોય ને કેવા નિમિત્ત છૂટી જાય તે ઓળખવું જોઈએ; તેમાં વિપરીતતા ન હોવી જોઈએ. જેમ મુનિદશામાં વીતરાગભાવથી એટલો બધો સંવ૨ થઈ ગયો છે કે ત્યાં વસ્રના પરિગ્રહની વૃત્તિ જેટલો આસ્રવભાવ હોતો નથી, ને નિમિત્તરૂપે વસ્રગ્રહણાદિ હોતું નથી. આનાથી જે વિપરીત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com