________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૫૬ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. તેમાં પુદ્દગલપરમાણુઓ અનંતા છે; આ શરીર વગેરે જે કોઈ પદાર્થો ઇંદ્રિયગમ્ય છે તે બધાય અજીવ પુદ્દગલની રચના છે, તે જીવની રચના નથી. બીજાં ચાર અજીવતત્ત્વો સૂક્ષ્મ-અરૂપી છે. આ જીવતત્ત્વ અને અજીવતત્ત્વને ભિન્નભિન્ન જાણવા; અજીવના કોઈ પ્રકારોને જીવમાં ન ભેળવવા, ને જીવના કોઈ પ્રકારને અજીવમાં ન ભેળવવો. જ્ઞાન તે જીવનો ગુણ છે, તે ઇન્દ્રિયોનો ગુણ નથી, જડઇન્દ્રિયો વડે જ્ઞાન થતું નથી. આટલું તો વ્યવહારશ્રદ્ધામાં આવી જાય છે. આમાં પણ જેને વિપરીતતા હોય તેને તો વ્યવહાર તત્ત્વશ્રદ્ધા પણ સાચી નથી. જીવ-અજીવ વગેરે તત્ત્વો ભિન્નભિન્ન જેમ છે તેમ જાણ્યા વગર વીતરાગવિજ્ઞાન થાય નહીં ને મોક્ષમાર્ગ હાથમાં આવે નહીં. અરે, એકલા વ્યવહાર તત્ત્વના પ્રકારોને જાણે તોપણ મોક્ષમાર્ગ હાથમાં આવતો નથી. શુદ્ધનય વડે અંતરમાં પોતાના અખંડ ચેતનારૂપ શુદ્ધઆત્માને સ્વવિષય બનાવ્યા વગર, પવિષયોનું જ્ઞાન સાચું થાય નહીં એટલે કે સાચો વ્યવહાર હોય નહિ.... સ્વના જ્ઞાન વગરના પરના જ્ઞાનને વ્યવહાર પણ કહેતા નથી. મોક્ષમાર્ગમાં નિશ્ચયસહિતના વ્યવહારની આ વાત છે, એટલે સ્વનું સાચું જ્ઞાન ભેગું રાખીને ૫૨ના જ્ઞાનની વાત છે. સ્વને જાણ્યા વગર એકલા પરને જાણવા જાય તો તે પરમાં એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વ થઈ જાય છે, કેમકે પોતાનું ૫૨થી ભિન્ન અસ્તિત્વ છે તે તો જ્ઞાનમાં કે પ્રતીતમાં આવ્યું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com