________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ સમ્યગ્દર્શન તો વિકલ્પરૂપ છે, પરને આશ્રિત છે, તે કાંઈ સિદ્ધદશામાં રહેતું નથી, તે આત્મારૂપ નથી પણ વિકલ્પરૂપ છે એટલે વીતરાગદશા થતાં તે વિકલ્પ છૂટી જાય છે. નિશ્ચય સમ્યગ્દર્શન તો આત્મારૂપ છે, તે સિદ્ધમાંય સદાકાળ રહે છે. એ જ રીતે નિશ્ચય સમ્યજ્ઞાનને તથા નિશ્ચય સમ્યફચારિત્રને પણ આત્મારૂપ જાણવા; વિકલ્પથી તે ભિન્ન છે. વિકલ્પરૂપ વ્યવહારભાવોથી આત્મા ભિન્ન હોવા છતાં તેની સાથે આત્માને એકમેક માનવો તે અજ્ઞાની જીવોનો મિથ્યા પ્રતિભાસ છે અને તેનું ફળ સંસાર છે. સર્વે પરભાવોથી ભિન્ન આત્માને દેખવો-જાણવો-અનુભવવો તે મોક્ષનો માર્ગ છે. ભવ્ય જીવોએ આવા મોક્ષમાર્ગને સદા સેવવો જોઈએ. શુભરાગના કાળેય ધર્મી તે રાગને મોક્ષમાર્ગ તરીકે નથી સેવતા, પણ તે વખતે સ્વભાવના આશ્રયે રત્નત્રયની જેટલી શુદ્ધી થઈ છે તેને જ મોક્ષમાર્ગ તરીકે સેવે છે.
આ રીતે સાચા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે; સાચા એટલે નિશ્ચય; “જો સત્યારથરૂપ સો નિશ્ચય” –અને તે નિશ્ચયને અનુકૂળ ભૂમિકામુજબ વ્યવહાર હોય છે. તેમાંથી નિશ્ચય સમ્યગ્દર્શનની સાથેનો વ્યવહાર કેવો હોય તેનું વર્ણન હવેની ગાથામાં કહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com