________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
* વ્યવહા૨ સમ્યગ્દર્શનનું વર્ણન *
પોતાના શુદ્ધઆત્માની શ્રદ્ધારૂપ નિશ્ચય સમ્યગ્દર્શન જ્યાં પ્રગટયું હોય ત્યાં વ્યવહાર સમ્યગ્દર્શન કેવું હોય ? તે કહે છે
[ ગાથા-૩]
जीव अजीव तत्त्व अरू आस्रव बंध रु संवर जानों । निर्जर मोक्ष कहे जिन तिनको ज्योंका त्यों सरधानों । है सोई समकित व्यवहारी, अब इन रूप बखानों । तिनको सुख सामान्य-विशेषै हिढ प्रतीत उर आनों ।। ३।।
જિનવર ભગવાને જીવ અજીવ આસવ બંધ સંવર નિર્જરા ને મોક્ષ એ સાત તત્ત્વો જે પ્રમાણે કહ્યાં છે તે પ્રમાણે શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યગ્દર્શન છે. સામાન્યથી તેમજ વિશેષથી તે સાત તત્ત્વનું સ્વરૂપ હવે કહેશું, તે સાંભળીને અંતરમાં તેની દૃઢ પ્રતીતિ કરો.
બીજી ઢાળમાં, મિથ્યાદષ્ટિજીવ સાત તત્ત્વોની શ્રદ્ધા બાબતમાં કેવી ભૂલો કરે છે તે બતાવ્યું હતું, ને તે ટાળવાનો ઉપદેશ આપ્યો હતો; અહીં આ ત્રીજી ઢાળમાં, સમ્યગ્દર્શન થતાં સાત તત્ત્વની શ્રદ્ધા કેવી થઈ તે બતાવે છે.
અરિહંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com