________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૫૦ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
છે, અને સ્વાશ્રિત એવો જે નિશ્ચય તે જ મોક્ષમાર્ગમાં ઉપાદેય છે, –એ સિદ્ધાંત છે.
પંડિતજીએ સમયસાર વગેરે શાસ્ત્રોઅનુસાર આ છઢાળાની રચના કરી છે; સંસ્કૃત અને વ્યાકરણ ભણ્યા વગર પણ સમજાય એવું સાદું આ પુસ્તક છે; ટૂંકામાં ઘણી વાત તેમાં સમજાવી છે. મોટા અને નાના બધાયને અભ્યાસ કરવા જેવું આ પુસ્તક છે. આ બીજી ગાથામાં નિશ્ચય રત્નત્રયનું કથન કર્યું. અને હવે ત્રીજી ગાથાથી વ્યવહાર સમ્યગ્દર્શનનું તથા તેના વિષયરૂપ જીવ-અજીવાદિ સાત તત્ત્વોનું વર્ણન ક૨શે.
જુઓ, પહેલાં નિશ્ચયમોક્ષમાર્ગ બતાવીને પછી કહ્યું કે હવે વ્યવહાર સાભળો. જ્યાં નિશ્ચય હોય ત્યાં વ્યવહાર કેવો હોય છે તેનું જ્ઞાન કરાવે છે. જેને નિશ્ચયની ખબર નથી તેને વ્યવહાર કેવો ? વ્યવહા૨ને નિયતનો હેતુ કહ્યો, પણ તે ક્યો વ્યવહાર ? કે જે નિશ્ચયની સાથે હોય તે. જ્યાં નિશ્ચય હોય ત્યાં આવો વ્યવહાર હોય તેને વ્યવહા૨ે હેતુ કહેવાય છે. નિશ્ચય ન હોય ને એકલો વ્યવહાર હોય તો તેને હેતુ કહેવામાં આવતો નથી. એટલે વ્યવહારને હેતુપણું કહ્યું તે ધર્માસ્તિ-કાયવત્ જાણવું. જેમ ધર્માસ્તિકાય ગતિમાં હેતુ છે-પણ કોને? કે જે સ્વયંગતિ કરે તેને; તેમ વ્યવહાર તે નિશ્ચયનો હેતુ છે પણ કોને ? કે સ્વાશ્રયે જે નિશ્ચયધર્મ પ્રગટ કરે તેને. જેણે પંચમહાવ્રતાદિ વ્યવહારનું તો પાલન કર્યું, પણ સ્વાશ્રયે નિશ્ચય સમ્યગ્દર્શનાદિ પ્રગટ ન કર્યું, તેને તો તે વ્યવહાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com