________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૪૮ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
દશામાં સાથે નિમિત્તરૂપ છે. વીતરાગતા જ ચારિત્ર છે, રાગ તે ચારિત્ર નથી. રાગ વગરનાં રત્નત્રય જ મોક્ષનું કારણ છે, રાગ તો આસવનું જ કારણ છે, તે મોક્ષનું કારણ નથી.
અહા! આવો ચોકખો વીતરાગી માર્ગ! તેને ભૂલીને અજ્ઞાની લોકોએ રાગમાં મોક્ષમાર્ગ માની લીધો. રાગને મોક્ષમાર્ગ માનવો તે તો, કાચના કટકામાં મોટો મહા કિંમતી ચૈતન્યહીરો માંગવા જેવું છે. રાગવડે મોક્ષ થવાનું જે માને છે તેણે તો રાગ જેટલી જ મોક્ષની કિંમત કરી છે, વીતરાગી આનંદરૂપ મોક્ષની તેને ખબર નથી. બાપુ! પૂર્ણ આનંદથી ભરેલું મોક્ષપદ તે એવું નથી કે તને રાગમાં મળી જાય. વીતરાગી આનંદરૂપ મોક્ષ માટેની કિંમત પણ કોઈ અલૌકિક છે. અખંડ ચૈતન્યસ્વભાવને સ્વીકારીને તેના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-રૂપ વીતરાગભાગ વડે જ મોક્ષ સધાય છે, એનાથી જુદું બીજું કોઈ સાધન નથી.
અહા, જ્ઞાનાનંદના અનંત કિરણોથી ચમકતો ચૈતન્યહીરલો... તે તો વીતરાગતાનો પૂંજ છે; તેમાં લીનતારૂપ વીતરાગતા તે જ ચારિત્ર છે. આવા ચારિત્રને ભગવાને પરમધર્મ કહ્યો છે. એને બદલે જે પરમાં ને રાગાદિ વ્યવહારભાવોમાં લીન થઈને તેને ચારિત્રધર્મ સમજી લ્યે તે તો મિથ્યાદષ્ટિ છે, તેને તો વ્યવહારચારિત્ર પણ હોતું નથી. (લીન ભયો વ્યવહારમેં મુક્તિ કહાંસે હોય?)
પહેલાં ચારિત્ર ને પછી સમ્યગ્દર્શન-એમ જે માને છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com