________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૪૭ સ્વભાવ, તેને દષ્ટિમાં અને જ્ઞાનમાં લીધો ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું તેની સાથે આનંદનો અનુભવ પણ છે. આવા આનંદસ્વરૂપ આત્માનું જ્ઞાન તે સાચું જ્ઞાન છે, તે શુદ્ધજ્ઞાનની કળા છે, તે મોક્ષને સાધનારી વીતરાગ-વિધા છે. મોક્ષની પ્રાપ્તિ માટેનું આ “બીજ-જ્ઞાન” છે. જ્ઞાનની બીજ ઊગી તે વધીને પૂનમ થશે. બહારના અપ્રયોજભૂત પદાર્થોનું જાણપણું કરે એમાં કાંઈ આત્માનું હિત નથી, તે બાહ્ય-જ્ઞાન વડે કાંઈ મોક્ષ સધાતો નથી. અરે, એકલા પરલક્ષે શાસ્ત્રનું જાણપણું તે પણ મોક્ષને સાધી શકતું નથી. જે જ્ઞાન આત્માના મોક્ષનું સાધન ન થાય, જે આનંદનો અનુભવ ન આપે તેને જ્ઞાન કોણ કહે? શુદ્ધઆત્મા તરફ વળેલું જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે, તે જ મોક્ષને સાધનારું છે ને તે જ આનંદનું દાતાર છે. અંતરમાં શુદ્ધાત્માના આવા જ્ઞાનસહિત શાસ્ત્ર વગેરેનું જ્ઞાન હોય તેને વ્યવહારે મોક્ષનું કારણ કહેવાય. શુદ્ધાત્માની સભ્યશ્રદ્ધા સહિત નવતત્ત્વની પ્રતીતિને વ્યવહારસમ્યગ્દર્શન કહેવાય. નિશ્ચય સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર તો શુદ્ધાત્માની સ્વસત્તાને જ અવલંબનારા છે, તેમાં પરનું અવલંબન જરાય નથી. –આવો સ્વાધીન આત્માશ્રિત નિશ્ચયમોક્ષમાર્ગ છે.
પરથી જુદું આમાનું વાસ્તવિકસ્વરૂપ શું છે તેના શ્રદ્ધા-શાન કર્યા પછી જ તેમાં લીનતા થઈ શકે; નિજસ્વરૂપમાં લીનતા વડ જેટલી વીતરાગી શુદ્ધતા થઈ તેટલું સમ્મચારિત્ર છે. વ્રત સંબંધી શુભવિકલ્પો તે ચારિત્ર નથી, તે તો ચારિત્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com