________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૪૩
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] નીરાકુળ આનંદરૂપ છે. આ રીતે પોતાના આત્માની રુચિ અને જ્ઞાન કરીને પછી તેમાં લીન થઈને સ્થિર રહેવું તે સમ્યક્રચારિત્ર છે. જાઓ, આમાં રાગ ક્યાંય ન આવ્યો. મોક્ષમાર્ગનાં આ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણેય રાગ વગરનાં છે. –આવા મોક્ષમાર્ગને ઓળખીને તેના ઉદ્યમમાં નિત્ય લાગ્યા રહેવું જોઈએ. આ રીતે નિશ્ચયમોક્ષમાર્ગ કહ્યો. અને હવે વ્યવહાર-મોક્ષમાર્ગ–કે જે નિશ્ચયમોક્ષમાર્ગના નિમિત્તરૂપ હેતુ છે તેનું કથન આગળના શ્લોકોમાં કરીશું.
પરદ્રવ્યોથી ભિન્ન, પરદ્રવ્ય તરફના વલણવાળા રાગાદિ ભાવોથી પણ ભિન્ન, અને પોતાના સ્વભાવથી અભિન્ન-એવા આત્માની શ્રદ્ધા-રુચિ તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દષ્ટિ જીવ ગૃહસ્થાશ્રમમાં ઘરવખરી વચ્ચે રહ્યો હોય, ધંધા-વેપારમાં હોય કે રાજ-પાટ વચ્ચે હોય, શુભાશુભભાવ તે પ્રકારના થતા હોય, છતાં અંતરની દૃષ્ટિથી પોતાના આત્માને તે બધાયથી જુદો શુદ્ધ ચૈતન્યભાવપણે જ દેખે છે. તે પરદ્રવ્યમાં નથી રહ્યો, તેનો સંબંધ હોવા છતાં તે સંયોગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મા હું છું-એમ તે સ્વદ્રવ્યને શ્રદ્ધ છે; આ સમ્યકત્વ ભલું છે-હિતરૂપ છેકલ્યાણરૂપ છે. નિશ્ચય સમ્યગ્દર્શનને ભલું કહ્યું છે, તે જ સત્યાર્થ છે, તે જ યથાર્થ મોક્ષમાર્ગ છે. “પદ્રવ્યનતે ભિન્ન આપમેં રુચિ સમ્યકત્વ ભલા હૈ” –એમ કહ્યું એટલે નિશ્ચયસમ્યગ્દર્શનનો વિષય એકલું તત્ત્વ છે; પરથી ભિન્ન પોતાના સ્વતત્ત્વને લક્ષમાં લેતાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com