________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ રાગથી પણ જુદો અનુભવ થાય છે. આવા અનુભવપૂર્વક આત્માની શ્રદ્ધા તે સાચું સમ્યગ્દર્શન છે; આમાં એકલા સ્વતત્ત્વની દષ્ટિ છે. લક્ષ કરતાં જ પરદ્રવ્યો અને પરભાવોની સાથે એકતાબુદ્ધિ છૂટી જાય છે. આ રીતે સ્વમાં એકત્વબુદ્ધિરૂપ આત્મચિ તે સમ્યગ્દર્શન છે
બાપાઁ રુચિ' –આપ એટલે પોતાનો આત્મા, તેનું સ્વરૂપ ઓળખીને, નિર્વિકલ્પ સ્વસંવેદન સહિત તેની શ્રદ્ધા કરવી જોઈએ. બાહ્યદષ્ટિથી સંયોગમાં ને રાગમાં “આ હું” એમ મિથ્યા માન્યું હતું, તે માન્યતા છોડીને અંતરમાં “આ હું' એમ નિજસ્વભાવની પ્રતીત કરતાં સમ્યકત્વ થયું, પોતાનો આત્મા જેવો છે તેવો ઓળખાણમાં આવી ગયો. એકલા શુદ્ધસ્વભાવમાં જ રુચિનો પ્રવેશ થયો, ત્યાં કોઈ વિકલ્પમાં રુચિ ન રહી, એટલે તેના અવલંબને ધર્મનો કાંઈ પણ લાભ થશે–એવી બુદ્ધિ ન રહી. પરથી જુદો ને વિકલ્પથી જુદો થઈને શુદ્ધાત્મારૂપે જ પરિણમ્યો; આવું સમ્યક્રપરિણમન તે ભલું છે, તે શુદ્ધ છે, તે નિશ્ચયમોક્ષમાર્ગનું અંગ છે. મોક્ષને સાધવાની તે કળા છે.
ચિ સમ્યકત્વ ભલા હૈ” ને સમ્યજ્ઞાન કલા હૈ” આત્માની રુચિ ને આત્માનું જ્ઞાન તે મોક્ષને સાધવાની ઉત્તમ કળા છે. પરનું જાણપણું કે શાસ્ત્ર તરફનું જાણપણું-તે નહિ, પણ આપરૂપ એટલે આત્માનું સ્વરૂપ, તેને પરથી ભિન્ન જાણવું તે સાચી જ્ઞાનકળા છે. જીવ બહારની બીજી અનેક કળા શીખ્યો પણ આત્મજ્ઞાનની કળા તેણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com