________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯ ૯
* નિશ્ચયથી સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની વ્યાખ્યા *
ટ
નીરાકુળ સુખરૂપ મોક્ષ તે આત્માનું હિત છે, અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષનો માર્ગ છે; જીવે પોતાના હિતને માટે આવા મોક્ષમાર્ગમાં લાગવું જોઈએ. –એમ પહેલી ગાથામાં કહ્યું હવે તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એટલે શું? તેની વ્યાખ્યા બીજી કડીમાં કહે છે
(ગાથા-૨) परद्रव्यनतै भिन्न आपमें रुचि सम्यक्त्व भला है; आपरूपको जानपनो सो सम्यज्ञान कला है। आपरूपमें लीन रहे थिर सम्यक्चारित सोइ; अब व्यवहार मोक्षमग सुनिये, हेतु नियतको होई।।२।।
જાઓ, આત્માના હિત માટે સત્યાર્થ મોક્ષમાર્ગનું આ વર્ણન છે. તેમાં પ્રથમ જે નિશ્ચય સમ્યગ્દર્શન છે તે પરથી ભિન્ન પોતાના શુદ્ધઆત્માની રુચિરૂપ છે; આત્માની રુચિરૂપ આવું સમ્યગ્દર્શન તે ભલું છે, શ્રેષ્ઠ છે. આત્માના યથાર્થ સ્વરૂપનું જાણપણું તે સમ્યજ્ઞાનરૂપ વીતરાગીકળા છે; આત્મસ્વરૂપને જાણનારું જ્ઞાન મોક્ષનું કારણ થાય છે અને તે પોતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com