________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૪૧
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
ભગવાન આત્મા મહાન પદાર્થ, તેમાં અંતર્મુખ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે; એનાથી જુદો કોઈ બીજો મોક્ષમાર્ગ કહેવો તે તો વાણીનો વિલાસ છે, તેનું વાચ્ય નિમિત્ત અને રાગ છે; પણ મોક્ષમાર્ગનું તે ખરું-સત્ય સ્વરૂપ નથી. સત્ય મોક્ષમાર્ગ શુદ્ધઆત્માની અનુભૂતિમાં જ સમાય છે, તે નિર્વિકલ્પ છે, કોઈ વિકલ્પ તેમાં નથી. આવો મોક્ષમાર્ગ ચોથાગુણસ્થાનથી શરૂ થઈ જાય છે. સમન્તભદ્રસ્વામીએ “ગૃહસ્થો મોક્ષમાર:' એમ કહીને સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને પણ મોક્ષમાર્ગમાં ગણ્યો છે. એટલે કોઈ એમ કહે કે ચોથા-પાંચમા-છઠ્ઠી ગુણસ્થાને એકલો વ્યવહારમોક્ષમાર્ગ છે ને પછી સાતમાં ગુણસ્થાનથી એકલો નિશ્ચયમોક્ષમાર્ગ છે, તો એ વાત બરાબર નથી. ચોથા ગુણસ્થાનથી જ બંને સાથે છે. તેમાં જેટલા અંશે શુદ્ધતા છે તે સાચો મોક્ષમાર્ગ છે, અને જેટલા રાગાદિ છે તે મોક્ષમાર્ગ નથી. આમ બધા પડખેથી ઓળખીને સત્ય મોક્ષમાર્ગને અંગીકાર કરવો જોઈએ.
અહો ! આવો સરસ-સુંદર સ્વાધીન મોક્ષમાર્ગ, તે જ મહાન સુખનું કારણ છે-એમ જાણીને બહુમાનપૂર્વક તેનું સેવન કરો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com