________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૩૪ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
અનુભવ છે તે કેમ છૂટે ? અને અનાકુળતારૂપ સાચું આત્મસુખ કેમ અનુભવમાં આવે ? ? -તેની રીત વીતરાગીસંતો તને બતાવે છે, તે તારા હિતને માટે લક્ષમાં લે, વિચારમાં લે. બહારના બીજા તો વિચાર ઘણા કરે છે, તો આ તારા હિતની વાત પણ જરાક વિચારમાં લે. બીજા સંસારના વિચાર કરીને દુ:ખી થઈ રહ્યો છો, પણ ભાઈ! એકવાર આત્માના સુખને તો વિચારમાં લે. જે દુ:ખ છે તે કાંઈ આખો . આત્મા નથી, પણ તેની પાછળ આનંદનો આખો સમુદ્ર ભરેલો છે; તે સમુદ્રને દેખ, તો પર્યાયમાં પણ તે આનંદના તરંગ ઉલ્લુસે ને દુઃખ ન રહે. આનંદની વિકૃતિ તે દુ:ખ છે. લાકડામાં દુઃખ નથી, કેમકે તેનામાં આનંદસ્વભાવ નથી. આનંદસ્વભાવ જ્યાં ન હોય ત્યાં તેની વિકૃતિરૂપ દુઃખ પણ ન હોય. દુ:ખ તે તો વિકૃત ક્ષણિક કૃત્રિમ ભાવ છે, તે જ વખતે આનંદસ્વભાવ સહજઅકૃત્રિમ શાશ્વત છે. આનંદસ્વભાવને અનુભવમાં લેતાં દુઃખ મટી જાય છે. દુ:ખ સંયોગમાં નથી ને સ્વભાવમાં પણ નથી, તે તો ક્ષણિક વિકૃતિ છે; -કોની વિકૃતિ? આત્માની અંદર જે આનંદસ્વભાવ ભર્યો છે તેની વિકૃતિ તે દુ:ખ છે. આનંદસ્વભાવના અનુભવ વડે તે વિકૃતદશા ટળીને આનંદદશા પ્રગટે છે. અરે, દુઃખ શું છે-એનું પણ જીવને ભાન નથી. દુ:ખને ખરેખર ઓળખે તો આખો આનંદસ્વભાવ સિદ્ધ થઈ જાય; આનંદસ્વભાવને જાણે ત્યારે દુ:ખનું સ્વરૂપ ખ્યાલમાં આવે.
તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com