________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૫
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
હવે દુઃખની જેમ કષાયની વાત લઈએ કષાય તે પણ દુઃખ જ છે. અંદર શાંતરસથી ભરેલો અકષાય-સ્વરૂપ આત્મા છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અકષાયભાવની ઉત્પત્તિ થાય છે, તે મોક્ષમાર્ગ છે. તે અકષાય ભાવનો આધાર કાંઈ રાગાદિ વિકલ્પો નથી. રાગદ્વષ પોતે કષાય છે, તે અકષાય ભાવનું કારણ થતા નથી; અને શાંત અકષાય-સ્વભાવની સન્મુખતાથી કષાયની ઉત્પત્તિ થતી નથી. કષાય ક્ષણિક વિકૃતભાવ છે, અકષાયસ્વભાવ ત્રિકાળ છે; તે બંનેને જાણે તો અકષાયચૈતન્યસ્વભાવનો અનુભવ કરીને કષાયનો અભાવ કરે. – એ મોક્ષમાર્ગ છે. ક્ષણિક કષાયને કાંઈ ત્રિકાળી સ્વભાવનો આધાર નથી, ત્રિકાળી સ્વભાવમાં તો કપાય છે જ નહીં; આવા સ્વભાવને લક્ષમાં લેતાં કષાય ભાવો છૂટી જાય છે.
એ જ રીતે શ્રદ્ધાસ્વભાવી આત્મા છે, તેની સન્મુખતાથી સમ્યગ્દર્શન છે. મિથ્યાત્વ તો એકક્ષણપૂરતી વિકૃતિ છે, તેને કોઈ સ્વભાવનો આધાર નથી. જે શ્રદ્ધાસ્વભાવ ત્રિકાળ છે તેનો સ્વીકાર કરતાં મિથ્યાત્વ રહેતું નથી. સમ્યકત્વ પ્રગટ કરવા માટે આવા આત્મસ્વભાવનો જ આધાર છે, રાગાદિ વિકલ્પોના આધારે સમ્યગ્દર્શન થતું નથી.
એ જ રીતે સમ્યકપુરુષાર્થરૂપ વીર્ય, તે આત્માનો સ્વભાવ છે; તેના આશ્રયે રત્નત્રયના પુરુષાર્થરૂપ વીર્યબળ પ્રગટે છે; વિકલ્પમાં એવું બળ નથી કે રત્નત્રયને પ્રગટ કરે. બલ-વંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com