________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ તેમણે જાણ્યો નથી. એવા કુદેવ-કુગુરુ-કુમાર્ગની શ્રદ્ધાનો વિકલ્પ તે સમ્યગ્દર્શનનું કારણ તો નથી, પરંતુ સમ્યગ્દર્શનના સહકારીપણે પણ તે હોતો નથી. તે તો સમ્યગ્દર્શનથી વિરુદ્ધ છે. સમ્યગ્દર્શનના સહકારીપણે હોય એવા સાચા દેવ-ગુરુની શ્રદ્ધાના વિકલ્પો પણ મોક્ષનું સત્ય કારણ નથી. સત્ય કારણ તો ભૂતાર્થસ્વભાના આશ્રયે થયેલી શુદ્ધઆત્માની શ્રદ્ધા જ છે; તેને જ “સત્યાર્થ” કહેલ છે. નિશ્ચય કહો કે સત્યાર્થ કહો; તે મુખ્ય છે; અને બીજો વ્યવહાર છે તે ગૌણ છે, તે સત્યાર્થ નથી પણ આરોપ છેઉપચાર છે.
આત્મા જેમ સર્વજ્ઞસ્વભાવ છે તેમ તે અતીન્દ્રિય આંનદસ્વભાવ છે. આત્મા પોતે જ આનંદરૂપ છે, રાગમાં તેનો આનંદ નથી, એટલે રાગના આશ્રયે સુખ કે આનંદ થાય નહીં. તેમજ આ આત્માનો આનંદસ્વભાવ કોઈ દેવગુરુ-શાસ્ત્ર વગેરે બીજા પાસે નથી, એટલે બીજાના આશ્રયે તે પ્રગટતો નથી. પોતાનો આનંદ જ્યાં ભર્યો હોય તેમાં એકતાથી આનંદનો અનુભવ થાય. પોતાનો આનંદ પોતામાં જ ભર્યો છે, આનંદરૂપ પોતે જ છે, ને પોતામાં નજર કરતાં તે અનુભવાય છે. જેમ જ્ઞાનસ્વભાવ આત્મામાં છે તેથી આત્માના આશ્રયે સર્વજ્ઞતા થાય છે, તેમાં બીજા કોઈનો આશ્રય નથી; રાગ કે દેહના આશ્રયે સર્વજ્ઞપણું થતું નથી; કેમકે તેમાં તે નથી. તેમ અતીન્દ્રિય આનંદનો પિંડ આત્મા છે, તેના આનંદમાં બીજા કોઈનો આશ્રય નથી; રાગ કે દેહના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com