________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૫ જાતનાં છે. જેમ રૂનું ધોકળું હોય તેમાં બધે રૂ જ ભર્યું હોય, તેમ આત્મા જ્ઞાનનું મોટું ધોકળું છે, જ્ઞાન જ તેમાં ભર્યું છે. અરે, જ્ઞાનનો જ પિંડલો પોતે, અને તે એમ કહે કે મારું સ્વરૂપ મને ન સમજાય-એ તે કેવી વાત! મીઠાપાણીના દરિયામાં રહેલું માછલું કહે કે હું તરસ્ય છું-એના જેવી એ વાત છે. ભાઈ ! રાગની પક્કડ છોડીને તારી દષ્ટિમાં શુદ્ધ આત્માને પકડ, તો તને આત્મશુદ્ધિરૂપ સમ્યગ્દર્શન થાય, તેની સાથે જ સમ્યજ્ઞાન થાય; સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થતાં સ્વરૂપમાં નિશ્ચલ રહેવારૂપ ચારિત્ર થાય; –આ રીતે મોક્ષમાર્ગ થાય; તે જ સુખ છે, તે જ જીવનું હિત છે, તે જ ધર્મ છે.
આત્મા પોતે જ સુખસ્વરૂપ છે તેથી આત્મામાં ઉપયોગને જોડતાં સુખનો અનુભવ થાય છે. આત્માનું સુખ ક્યાંય બહારમાં નથી એટલે બહારના આશ્રયે સુખ થતું નથી. જ્યાં સુખ હોય તેમાં ઉપયોગ જોડતાં સુખ થાય છે; એટલે કે નિશ્ચયના આશ્રયે સુખ થાય છે, ને પરનાવ્યવહારના-રાગના આશ્રયે સુખ થતું નથી. માટે નિશ્ચયનો આશ્રય કરો ને વ્યવહારનો આશ્રય છોડો.
શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૭ વર્ષની વય પહેલાં આ વાત નીચેના શબ્દોમાં સરસ રીતે લખી છે
સ્વદ્રવ્ય, અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન જાઓ. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com