________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો. પદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો. પરદ્રવ્યના રમણતા ત્વરાથી તજો. પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તો.
- આમાં પહેલાં સાત બોલમાં સ્વદ્રવ્યનો આશ્રય કરવાનું બતાવ્યું છે, ને પછીના ત્રણ બોલમાં પરદ્રવ્યનો આશ્રય છોડવાનું કહ્યું છે. -એ રીતે દશ બોલ દ્વારા તો જૈન-સિદ્ધાંતનું રહસ્ય સમજાવી દીધું છે. ટૂંકા શબ્દોમાં ને સાદી ભાષામાં બહુ સરસ વાત કરી છે.
ચૈતન્યવહુ રાગાદિ આસ્રવ વગરની છે ને અજીવ કર્મથી જુદી છે, –આવી પોતાની ચૈતન્યવસ્તુને અનુભવમાં લઈને સમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે નિશ્ચય સાથેના રાગમાં આરોપ કરીને તેને વ્યવહાર કહી શકાય. પણ રાગથી ભિન્ન સ્વતત્ત્વને જે ન જાણે ને રાગમાં એકતા માને તેને તો વ્યવહાર ક્યાં રહ્યો? તેને તો રાગ તે જ નિશ્ચય થઈ ગયો એટલે મિથ્યાત્વ થઈ ગયું. તેથી પુરુષાર્થસિદ્ધિઉપાયમાં કહે છે કે-અજ્ઞાનીને સમજાવવા માટે મુનિશ્વરો અભૂતાર્થ એવા વ્યવહારનો પણ ઉપદેશ કરે છે; પરંતુ ત્યાં જે જીવ એકલા વ્યવહારને જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com