________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ દષ્ટિ જ જેની બંધ છે, જ્ઞાનચક્ષુ જ જેના ઉઘડ્યા નથી તેને નય કેવા? જે એકલા વ્યવહારને દેખે છે તેને તો રાગમાં એકત્વબુદ્ધિ થઈ છે, રાગ જ તેને સર્વસ્વ થઈ ગયું છે; જો રાગને જ તે સર્વસ્વ ન માનતો હોય તો, રાગથી જાદું બીજું સ્વરૂપ શું છે તેનું તેને લક્ષ હોવું જોઈએ, એટલે કે નિશ્ચયનું લક્ષ હોવું જોઈએ. અને નિશ્ચયનું લક્ષ હોય તો વ્યવહારના આશ્રયે કલ્યાણ માને નહીં. નિશ્ચયના લક્ષ વગર મોક્ષમાર્ગ કેવો? એકાંત વ્યવહારનો આશ્રય તે તો સંસાર છે-મિથ્યાત્વ છે. બહિર્મુખદષ્ટિમાં અજ્ઞાનીના જે શુભવિકલ્પો તે વ્યવહાર નથી, તે તો વ્યવહારાભાસ છે. અહીં તો મોક્ષમાર્ગને સાધનારા સાધકને નિશ્ચય સાથે જે વ્યવહાર છે તેની વાત છે. કેવળજ્ઞાન પહેલાં સાધકદશામાં જે વ્યવહાર છે તેને ન સમજે તો તે નિશ્ચયાભાસી છે. મુનિને આત્માના રત્નત્રયની શુદ્ધતા કેવી હોય અને તેની સાથે તે ભૂમિકામાં પંચમહાવ્રતાદિ કેવાં હોય તે બંને પ્રકારને ઓળખવા જોઈએ; તેમાં વિપરીતતા માને તો મુનિની સાચી ઓળખાણ થાય નહીં. એ જ રીતે સમ્યગ્દર્શનની ભૂમિકામાં પણ નિશ્ચય ને વ્યવહાર બને કેવા હોય તે બરાબર ઓળખવું જોઈએ. જે ભૂમિકામાં નિશ્ચય-વ્યવહારના જેવા જેવા પ્રકારો હોય તેવા બરાબર સમજવા જોઈએ. ભાઈ, આ તો બધા તારા આત્માનાં જ પડખાં છે, તેને તું સમજ. સમજણ જ આત્મા છે. સમજણ એટલે જ્ઞાન; કેવળજ્ઞાન પણ સમજણનો પિંડલો છે; તેમાં ક્યાંય રાગ નથી. જ્ઞાનની જાત અપેક્ષાએ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાન બંને એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com