________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૩ જાણનાર નિશ્ચયનય; અને બીજો પરાશ્રિતભાવને જાણનારો વ્યવહારનય; તેમાં નિશ્ચયનય અનુસાર જે વસ્તુ સ્વરૂપ છે તેના શ્રદ્ધા-જ્ઞાન-અનુભવવડે મોક્ષમાર્ગ સધાય છે, કેમકે તે સત્યાર્થ છે.
“દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો...' એવી દશા થાય ત્યારે ભાવકૃત-પ્રમાણજ્ઞાન થાય, અને તે નિશ્ચયવ્યવહાર બંનેને યથાર્થ જાણે. જ્યાં સુધી શુદ્ધાત્માના અનુભવરૂપ ભાવ-શ્રત પ્રગટયું નથી, ને રાગમાં તથા દેહમાં અનુભવરૂપ ભાવશ્રત પ્રગટયું નથી, ને રાગમાં તથા દેહમાં એકત્વબુદ્ધિરૂપ મિથ્યારુચિ છે ત્યાં સુધી જીવનું જ્ઞાન મોક્ષનું સાધક થતું નથી; પરભાવોથી ખસીને સ્વદ્રવ્ય તરફ વળે ત્યારે જ તે મોક્ષનું સાધક થાય છે, એના સિવાય ગમે તેટલું જાણપણું કે શુભઆચરણ હોય તે બધું બહિર્મુખ છે. અંતર્મુખ ચૈતન્યસત્તા દષ્ટિમાં આવ્યા વગર મોક્ષનો મારગ ખુલે નહીં. અને જ્યાં માર્ગ જ ખુલ્યો નથી ત્યાં “આ નિશ્ચય મોક્ષમાર્ગને આ વ્યવહાર મોક્ષમાર્ગ” એવા વિચારને અવકાશ જ ક્યાં છે? “માર્ગ હોય તો તેમાં નિશ્ચયવ્યવહાર લાગુ પડે ને? અહા! અંતરના સાચા માર્ગને ભૂલીને જગત બહારમાં રાગાદિને માર્ગ માની બેઠું છે. પણ બાપુ! અનંતકાળથી એવા ભાવો તો કર્યા છતાં કેમ તારા હાથમાં કાંઈ ન આવ્યું? “વહુ સાધન વાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પડ્યો.” –માટે સમજ, કે એ માર્ગ સાચો નહીં; સાચો માર્ગ એનાથી કાંઈક જુદો જ છે. તે માર્ગ એટલે કે વીતરાગવિજ્ઞાન અહીં સંતો સમજાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com