________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૧
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] ભ્રમ થાય છે કે આ વિકલ્પ તે આત્મા છે. પણ ભાઈ ! એ વિકલ્પમાં કાંઈ ચેતના નથી, સ્વ-પરને જાણવાની જાગૃતિ તેનામાં નથી. જાગતી ચેતનાવાળો શુદ્ધ ચૈતન્યભગવાન તું છો-કે જેમાં વિકલ્પ કદી પ્રવેશી શકતો નથી. –આવા આત્માને ઓળખીને અનુભવમાં કે પછી જ તેમાં ઠરવારૂપ સમ્યક્રચારિત્ર થશે. સ્વવસ્તુના શ્રદ્ધા-જ્ઞાન વગર લીનતા શેમાં થાય? ચોથા ગુણસ્થાને ચૈતન્યના શ્રદ્ધા-જ્ઞાન એક સાથે પ્રગટે છે, સ્વરૂપાચરણદશા પણ ત્યાં પ્રગટે છે, મુનિદશારૂપ ચારિત્ર છઠ્ઠી-સાતમા ગુણસ્થાને હોય છે. આ રીતે સમ્યગ્દર્શન-શાન સહિતનું ચારિત્ર તે મોક્ષમાર્ગ છે તેની શરૂઆત ચોથા ગુણસ્થાનથી છે.
ધર્મીજીવને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બંને એકસાથે થાય છે. સમ્યગ્દર્શન સાથેનું જે ભાવકૃત-પ્રમાણજ્ઞાન તેમાં જ સાચા નો હોય છે. મોક્ષમાર્ગનો ઉદ્યમ કરનારા જીવને નવતત્ત્વના નિર્ણયનો વિચાર, સાચા દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપનો વિચાર એવા શુભભાવો હોય છે, અને ભૂતનૈગમયથી તેને પણ મોક્ષમાર્ગનું કારણ કહેવાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાનસહિતની ભૂમિકામાં પણ એવા શુભભાવો હોય છે, પણ એનાથી વિરુદ્ધ (એટલે કે કુદેવાદિને માનવારૂપ, કે જગતને કોઈએ બનાવ્યું એવા વિપરીત તત્ત્વની માન્યતારૂપ) ભાવ તે ભૂમિકામાં હોતા નથી, –આવું જ્ઞાન કરાવવા તે ભૂમિકાના શુભભાવોને વ્યવહારકારણ કહેવામાં આવે છે. ત્યાં એકલો શુભરાગ નથી, સાથે શુદ્ધતાના ભાન સહિત તેનું અંશે પરિણમન પ્રગટયું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com