________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૯ ઉપચારથી મોક્ષમાર્ગ છે. સાચો મોક્ષમાર્ગ હોય ત્યાં બીજામાં ઉપચાર લાગુ પડે છે. શુદ્ધઆત્માના આશ્રયે પ્રગટેલા શુદ્ધભાવરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ તે જ સાચો મોક્ષમાર્ગ છે, બીજો કોઈ સાચો મોક્ષમાર્ગ નથી. વીતરાગમાર્ગમાં આવી વસ્તુસ્થિતિ છે; આ સિવાય બીજી રીતે મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી.
અહો, ચૈતન્યભગવાન આત્મા! જેને લક્ષમાં લેતાં જ આત્મામાં આનંદ સહિત ભાવશ્રુતના અંકુરા ફૂટે છે. ભાવકૃત તે કેવળજ્ઞાનનો અંકુરો છે; જ્ઞાનનો તે અંકુર કોઈ રાગના વિકલ્પમાંથી નથી આવતો. રાગમાંથી જ્ઞાનનો અંકુર કદી ઊગે નહીં; ચૈતન્યરત્નાકર ઉલ્લસીને તેમાંથી શ્રુતનો અંકુર આવે છે. તેની સાથેની શુદ્ધદષ્ટિ તે સમ્યગ્દર્શન છે, અને જેટલી રાગરહિત સ્થિરતા થઈ તે સમ્યફચારિત્ર છે; – આવો મોક્ષમાર્ગ છે. મોક્ષનો માર્ગ એટલે આનંદનો માર્ગ આતમરામ નિજપદમાં રમે તે આનંદનો માર્ગ છે; પરપદમાં રમે તે મોક્ષમાર્ગ નથી, તેમાં આનંદ નથી. રાગાદિકભાવ તે પરપદ છે, તેમાં રમે એટલે કે તેમાં સુખ માને તેને મોક્ષમાર્ગ થતો નથી, મોક્ષનો માર્ગ તો સ્વપદમાં સમાય છે.
કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા... નિગ્રંથનો પંથ ભવ-અંતનો ઉપાય છે.
કાયા અને આત્માની ભિન્નતાને જાણીને નિજસ્વરૂપમાં જેઓ સમાયા-લીન થયા એવા નિગ્રંથમુનિવરોનો માર્ગ તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com