________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ શુદ્ધઆત્માનો નિર્ણય, એ બંને ભેગાં જ થાય છે. રાગથી ભિન્ન એવી જ્ઞાનપર્યાયે અંતરમાં વળીને જ્યારે આત્માનો અનુભવ કર્યો ત્યારે સાથે અરિહંતના અને સિદ્ધના શુદ્ધઆત્માનો નિર્ણય પણ સાચો થયો. ત્યાર પહેલાં અરિહંતના શુદ્ધઆત્માનો નિર્ણય કરવાનું લક્ષ હતું તેને ઉપચારથી સમ્યગ્દર્શનનું કારણ કહેવાય છે. જ્યારે પરલક્ષથી ખસીને અંતરમાં વળ્યો ત્યારે આત્મસ્વરૂપનો સમ્યક નિશ્ચય થયો અને ત્યારે ભૂતનૈગમનયે પૂર્વના રાગમિશ્રિત નિર્ણયને તેનું કારણ કહ્યું. નિશ્ચય વગર વ્યવહાર કોનો? નિશ્ચયના લક્ષ વગર એકલી પરસમ્મુખતાથી તો અનંતવાર અરિહંતદેવ તરફના વિકલ્પો કર્યા, ધારણા કરી, તે કેમ સમ્યગ્દર્શનનું કારણ ન થયું? –કેમકે નિશ્ચયનું લક્ષ ન હતું; નિશ્ચય વગરનું તે બધું ખરેખર વ્યવહારાભાસ છે, સાચો અરિહંતનો નિર્ણય તેમાં નથી. એટલે અજ્ઞાનીના શુભરાગમાં મોક્ષમાર્ગનો વ્યવહાર લાગુ પડતો નથી; મોક્ષમાર્ગ તેને શરૂ જ થયો નથી. રાગવડ મોક્ષમાર્ગ શરૂ થાય નહીં. રાગથી આઘો ખસીને જ્ઞાનવડે અંતરના સ્વભાવમાં ઘૂસી જાય ત્યારે શુદ્ધઆત્માના અપૂર્વ અનુભસહિત મોક્ષમાર્ગ શરૂ થાય છે.
આવો મોક્ષમાર્ગ જેને પ્રગટયો છે તેના નિશ્ચય ને વ્યવહાર કેવા હોય તેની આ વાત છે. મોક્ષમાર્ગ જેને થયો છે તેને બે વાત લાગુ પડે છે-જે રત્નત્રયની શુદ્ધતા છે તે યથાર્થ મોક્ષમાર્ગ છે; અને જે શુભરાગ ભૂમિકા અનુસાર છે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com