________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૭ ભાઈ, આવા રત્નોનો જ આખો પહાડ તું છો... તારા મતિ-શ્રુતજ્ઞાનને અંતરમાં વાળીને આ ચૈતન્યરત્નના પહાડને તું દેખ. પોતે આનંદનો મોટો ડુંગર, પણ દષ્ટિના દોષને લીધે જીવ તેને દેખતો નથી. જેમ સામે જ મોટો રત્નનો પહાડ હોય પણ જેની આંખ આડે તરણું છે તે માણસ પહાડને દેખતો નથી, તેમ જીવ પોતે અનંતા ગુણરત્નોનો મોટો પહાડ છે, પણ રાગમાં એકત્વભાવનારૂપ જે તરણું એટલે કે મિથ્યાત્વનો તૂચ્છભાવ, તેની આડશને સ્વભાવરૂપ મોટા પહાડને દેખી શકતો નથી. સંતો વીતરાગ-વિજ્ઞાનના ઉપદેશવડે તેનો ભ્રમ છોડાવી તેનું સાચું સ્વરૂપ દેખાડે છે-કે જેનો મહિમા મેરુપર્વતથી પણ મોટો છે. અરિહંતોએ કેવળજ્ઞાન પ્રગટ કર્યું તે ક્યાંથી આવ્યું? –શું બહારથી આવ્યું? ના; અંદર આત્મામાં હતું તે જ પ્રગટયું છે. તેમ દરેક આત્મા અરિહંત ભગવાન જેવા જ સામર્થ્યવાળો છે. – આચાર્યદેવ કહે છે કે આવા તારા આત્માને તું ઓળખ.
જે જાણતો અહંતને ગુણ-દ્રવ્ય ને પર્યયવડે, તે જીવ જાણે આત્માને તસુ મોહ પામે લય ખરે.
કેવળજ્ઞાની અરિહંત ભગવાન, જેમનાં દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણે શુદ્ધ ચેતનમય છે અને જેમાં રાગનો સર્વથા અભાવ છે, તેમને ઓળખતાં રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ પોતાનો આત્મા અનુભવમાં આવે છે એટલે સમ્યગ્દર્શન થાય છે. પોતાના આત્માના શુદ્ધસ્વભાવનો નિર્ણય, કે અરિહંતના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com