________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૪ ]
વીતરાગવિજ્ઞાન ભાગ-૩
પણ નિમિત્ત તરીકે તેને મોક્ષમાર્ગનું નામ મળે છે, તે વ્યવહાર છે, તે અસત્યાર્થ છે–એમ જાણવું. તે વખતની શુદ્ધતાને મોક્ષમાર્ગ જાણવો તે અનુપચાર છે (સત્ય છે), અને તે વખતના શુભરાગને મોક્ષમાર્ગ કહેવો તે ઉપચાર છે (અસત્ય છે). મોક્ષમાર્ગી જીવને ભૂમિકા પ્રમાણે બંને પ્રકાર હોય છે, તે બતાવવા ‘દ્વિવિધ’ કહેલ છે; તેમાં મોક્ષનું સાચું કારણ એક જ છે, બે નથી. સાધકને નિશ્ચય સમ્યક્ત્વ સાથેનો વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રની પૂજા વગેરેનો શુભવિકલ્પ, તે બધનું કારણ હોવા છતાં આ૨ોપથી તેને પણ મોક્ષમાર્ગ કહેવાય છે; કેમકે મોક્ષમાર્ગના નિમિત્તનું જ્ઞાન કરાવવા તેને વ્યવહાર કહ્યો.
વ્યવહાર તે કારણ, તે કારણ, –પણ કોનું ? કે નિશ્ચય મોક્ષમાર્ગનું; એટલે કે ત્યાં સાચો મોક્ષમાર્ગ વર્તે છે તેનું કારણ ઉપચારથી છે; પણ જ્યાં સાચો મોક્ષમાર્ગ છે જ નહીં ત્યાં તો કારણ કોનું કહેવું? નિશ્ચયનું તો લક્ષ ન હોય ને એકલા વ્યવહારનું સેવન કરતાં કરતાં તેનાથી મોક્ષમાર્ગ પ્રગટી જાય એમ બનતું નથી. માટે મોક્ષાર્થી જીવોએ સાચા મોક્ષમાર્ગને બરાબર ઓળખીને તેનો ઉદ્યમ કરવો જોઈએ.
આત્માનો પૂર્ણ આનંદ તે મોક્ષ; તેની પ્રાપ્તિનો ઉપાય તે મોક્ષમાર્ગ; મોક્ષનો માર્ગ, મોક્ષનો ઉપાય, મોક્ષનું કારણ, મોક્ષનો ઉઘમ, મોક્ષની ક્રિયા, કે મોક્ષની આરાધના તે બધું એક જ છે; તેમ જ ધર્મ છે. આત્માના શ્રદ્ધા-જ્ઞાન-લીનતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com