________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૩ મોક્ષમાર્ગ તે જ સાચો છે. -આ રીતે મોક્ષમાર્ગનું સ્વરૂપ વિચારે તો તે વિચાર સાચો છે. પણ વ્યવહારને જ ખરો મોક્ષમાર્ગ સમજીને તેમાં રોકાઈ જાય, ને નિશ્ચય મોક્ષમાર્ગને ઓળખે નહીં તો તેને મોક્ષમાર્ગનો વિચાર પણ સાચો નથી; તે તો બંધના માર્ગને જ મોક્ષમાર્ગ માનીને સેવી રહ્યો છે.
નિશ્ચય મોક્ષમાર્ગ તે એક જ સાચો મોક્ષમાર્ગ છે. નિશ્ચય એટલે એકલા શુદ્ધ આત્મામાં રુચિ-જ્ઞાન-એકાગ્રતા તે યથાર્થ વાસ્તવિક શુદ્ધ ઉપાદાનથી પ્રગટેલો સત્ય મોક્ષમાર્ગ છે, તે નિયમથી મોક્ષમાર્ગ છે, તેના સેવનથી મોક્ષ જરૂર થાય જ-એવો નિયમ છે. અને તેના કારણરૂપ (એટલે કે નિમિત્ત-કારણરૂપ) તે વ્યવહાર છે. આ બંને પ્રકારને બરાબર જાણવા જોઈએ. બંનેને “જાણવા” જોઈએ, પણ બંનેને જાણીને આદરવાયોગ્ય તો એક નિશ્ચય-સત્યાર્થમાર્ગ જ છે, –એમ જાણે ત્યારે જ બંનેનું સાચું જ્ઞાન થાય છે.
સ્વભાવના આશ્રયે શુદ્ધરત્નત્રયવડ મોક્ષને સાધનારા સાધકને તે-તે ભૂમિકામાં વ્યવહાર કેવો હોય છે, દેવ-ગુરુશાસ્ત્રની તથા નવતત્ત્વ વગેરેની ઓળખાણ કેવી હોય છે તે બરાબર ઓળખવું જોઈએ; તેમાં વિપરીત માનીને જે ગોટા વાળે તેણે સાચા મોક્ષમાર્ગને જાણ્યો નથી. પરથી વિભક્ત, અને સ્વભાવથી એકત્વ એવા શુદ્ધઆત્માના આશ્રયે પ્રગટેલી જે રત્નત્રયરૂપ, નિર્મળપર્યાય તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. તેની સાથે જે વ્યવહાર રત્નત્રય છે તે પોતે ખરેખર માર્ગ નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com