________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ અસત્યાર્થ છે-અભૂતાર્થ છે. સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ કહેવો તે સત્યાર્થ છે, તે નિશ્ચય છે.
અહીં સત્યાર્થને જ નિશ્ચય કહ્યો તેના ઉપર જોર છે. નિશ્ચયને સત્યાર્થ કહ્યો એટલે વ્યવહાર તે અસત્યાર્થ છેએમ પણ તેમાં આવી જ ગયું. નિર્વિકલ્પ શુદ્ધ આત્માના આશ્રયે જે રત્નત્રયરૂપ શુદ્ધ પરિણતિ થઈ તે મોક્ષમાર્ગ છે, તે સાચો મોક્ષમાર્ગ છે એમ વિચારવું એટલે કે જ્ઞાન કરવું. અંશે શુદ્ધતા તે પૂર્ણ શુદ્ધતાનું કારણ છે; તેમાં તો કારણ અને કાર્યની એક જાત છે તેથી તે નિશ્ચયથી કારણ છે, પણ તેની સાથે જે અશુદ્ધતા છે (શુભરાગ છે) તે કાંઈ શુદ્ધતાનું સાચું કારણ નથી; પણ શુદ્ધતાની સાથે ભૂમિકા અનુસાર દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્ત્વનું જ્ઞાન કે પંચમહાવ્રત વગેરે સંબંધી વિકલ્પો હોય છે તેથી તેને પણ મોક્ષમાર્ગનું
સહકારી' જાણીને (એટલે કે તે પોતે મોક્ષમાર્ગ નથી પણ મોક્ષમાર્ગમાં સાથે રહેનાર છે-એમ સહકારી જાણીને) ઉપચારથી તેને પણ મોક્ષમાર્ગ કહેવાય છે, પણ કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ તે નથી; એટલે તેને વ્યવહાર કહ્યો, ગૌણ કહ્યો તે અસત્યાર્થ કહ્યો, ને અશુદ્ધ છે, પરાશ્રિત છે. અને શુદ્ધ આત્માના આશ્રયે રાગ વગરના સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તે નિશ્ચય છે. મુખ્ય છે, સત્યાર્થ છે, શુદ્ધ છે અને સ્વાશ્રિત છે. આ રીતે, “દુવિધમાર્ગ કહ્યો તેમાં એક જ સત્યાર્થ છે- “નો સત્યારથજીપ સો નિશ્ચય” એક નિશ્ચય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com